Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિગતો ભરતાની સાથે જ યુવકનો ફોન હેક થયો:RTO ઈ-ચલણની APK ફાઈલથી યુવકના 11.86 લાખ પડાવ્યા : -22 લાખ બેલેન્સનો મેસેજ મોકલ્યો

    14 hours ago

    આરટીઓ ઈ-ચલણના નામે સાઈબર ગઠિયાએ યુવકને એપીકે ફાઈલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી રૂ.11.86 લાખ પડાવી લીધા હતા. એપીકે ફાઈલ ડાઉન લોડ કરીને તેમાં વિગતો ભરતાની સાથે જ યુવકનો ફોન હેક થઈ ગયો હતો. જેના કારણે તેમના બેંક એકાઉન્ટમાં માઈનસ 22 લાખ બેલેન્સ દેખાતું હતું. જેથી યુવકે તેના બનેવીને બેંકમાં તપાસ કરવા મોકલતા બેંકે એકાઉન્ટ ધારકને જાતે આવવું પડશે, તેવું કહીને ખો આપી હતી. રાજસ્થાન ઝાલોરના વતની અને હાલમાં ઓઢવ અંબિકાનગરમાં રહેતા વજારામ ચૌધરી(35) ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તા.24 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 6.20 વાગ્યે તેમને વોટસએપમાં આરટીઓ ઈ-ચલણ. એપીકે નામની ફાઈલ આવી હતી. તે ફાઈલ વજારામે ડાઉનલોડ કરતા તેમનું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ સહિતની માહિતી માંગી હતી. જે તેમણે સબમીટ કરતાની સાથે જ તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.11 લાખની ફિકસ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટમાં રહેલા રૂ.86 હજાર મળીને કુલ રૂ.11.86 લાખ વિડ્રો થઈ ગયા હતા. આટલું જ નહીં તેમના બેંક એકાઉન્ટમાં માઈનસ 22 લાખ બેલેન્સ દેખાતું હતું. આ સાઈબર ફ્રોડની ઘટના બની તે સમય દરમિયાન વજારામ ચૌધરી રાજસ્થાન હોવાથી તેમણે બનેવી સુરેશકુમાર ચૌધરીને ઈન્ડસઈન બેંકમાં મોકલ્યા હતા. તેમણે બેંકના સ્ટાફને કહ્યું હતું કે તેમના સાળાના એકાઉન્ટમાં માઈનસ 22 લાખ બેલેન્સ દેખાય છે. તો તેનું સ્ટેટમેન્ટ આપે અથવા તો તેની માહિતી આપે. પરંતુ તેમણે સ્ટાફ મેમ્બરને જ માહિતી આપી શકીશું. તેવું કહીને ખો આપી હતી. જેથી 2 દિવસ બાદ વજારામ અમદાવાદ આવીને બેંકમાં ગયા હતા. ત્યારે તેમના એકાઉન્ટનું બેલેન્સ ઝીરો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જૂન મહિનાના 24 દિવસમાં 7 જણાંને એપીકે ફાઈલ મોકલી સાઈબર ગઠિયાએ રૂ.1 કરોડ પડાવી લીધા જૂન મહિનાના 24 દિવસમાં અમદાવાદના 7 લોકોને સાઈબર ગઠિયાઓએ એપીકે ફાઈલ મોકલીને રૂ.1 કરોડ પડાવી લીધા હતા. જેમાં આરટીઓ ઈ ચલણના નામે 4 જણાં સાથે, પેન્શન કાર્ડના બહાને 2 વૃદ્ધ સાથે તેમજ બેંક એકાઉન્ટ માટે પાનકાર્ડનું કેવાયસી કરવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે રોજે રોજ અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. અત્યારે સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાના ગુના લગભગ બંધ થઈ ગયા છે. જ્યારે શેર બજારમાં રોકાણના બહાને તેમજ એપીકે ફાઈલ મોકલીને પૈસા પડાવવાની ઘટનાઓ 2થી 3 ગણી વધી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    મેમાણામાં કારગીલ વીર શહીદ શાળા પ્રવેશોત્સવ:અશોકસિંહ જાડેજા શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
    Next Article
    बिजनौर के गांव बेगावाला में आधी रात को हो गया मर्डर, भाई ने भाई को उतारा मौत के घाट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment