Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં નવી RTO કચેરીનું લોકાર્પણ:AI ટેસ્ટ ટ્રેક ને સિંગલ વિન્ડો સિસ્ટમ; GF+3 માળના અદ્યતન બિલ્ડિંગની સુવિધા વિશે જાણો

    2 days ago

    વર્ષોથી સુભાષબ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ ગઈ છે. AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ બિલ્ડિંગ, ડિજિટલ સેવા વ્યવસ્થા અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ સાથે નવી RTO કચેરી અરજદારોનો સમય બચાવશે અને સેવાઓને વધુ પારદર્શક બનાવશે. નવી RTO કચેરી સોમવારથી શરૂ અમદાવાદના લાખો વાહનચાલકો માટે આજે મહત્વનો દિવસ છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત નવી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી RTO કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે. વર્ષોથી જૂની કચેરીમાંથી કામગીરી કરતી RTO હવે પોતાના આધુનિક અને સુવિધાસભર સંકુલમાં સ્થળાંતર થઈ ગઈ છે. અનેક વખત મુલતવી રહેલા આ પ્રોજેક્ટને આખરે પૂર્ણતા મળી છે. સોમવારથી તમામ સુવિધાઓ નવી RTO કચેરીમાંથી કરવામાં આવશે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ બનાવાયા નવી RTO કચેરી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ છે અને અંદાજે 12,787 ચોરસ મીટરના બિલ્ટ-અપ વિસ્તારમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ બનાવવામાં આવ્યા છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, માલિકી પરિવર્તન, પરમિટ સહિતની મોટાભાગની જાહેર સેવાઓ સરળતાથી મળી શકશે. અરજદારો માટે વિશાળ વેઇટિંગ એરિયા, ડિજિટલ ટોકન સિસ્ટમ, આધુનિક કાઉન્ટરો, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, દિવ્યાંગોને અનુકૂળ રેમ્પ અને પૂરતી પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને આધુનિક કંટ્રોલ રૂમ દ્વારા ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક અને માનવ હસ્તક્ષેપ વિનાની બનાવવામાં આવી છે. ડિજિટલ નેટવર્ક, હાઈ-સ્પીડ કનેક્ટિવિટી, સોલાર પાવર સિસ્ટમ નવી કચેરી શરૂ થતાં અરજદારોને લાંબી કતારો, જગ્યા અભાવ અને જૂની કચેરીમાં થતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. ડિજિટલ નેટવર્ક, હાઈ-સ્પીડ કનેક્ટિવિટી, સોલાર પાવર સિસ્ટમ અને આધુનિક ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓને કારણે કામગીરી વધુ ઝડપી બનશે. માત્ર નવી બિલ્ડિંગ ઊભી કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર RTO સેવાને સ્માર્ટ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવવામાં આવી છે. વધતા વાહનો અને અરજદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ હાઈટેક RTO આગામી વર્ષોમાં અમદાવાદની વાહન વ્યવહાર સેવાઓનું મહત્વનું કેન્દ્ર બની જવાની છે. AI ટેસ્ટ ટ્રેક નવી RTO કચેરીનું સૌથી મોટું આકર્ષણ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક રહેશે. આ ટ્રેકમાં ઉમેદવારના ડ્રાઈવિંગનું મૂલ્યાંકન સંપૂર્ણપણે સેન્સર, કેમેરા અને AI ટેક્નોલોજી દ્વારા થશે, જેથી માનવ હસ્તક્ષેપની શક્યતા નહીં રહે. ઉમેદવારે ટ્રેક પર કોઈ ભૂલ કરી હોય, લાઇન ક્રોસ કરી હોય કે નિયમોનો ભંગ કર્યો હોય તો સિસ્ટમ તરત જ તેને રેકોર્ડ કરીને પરિણામ તૈયાર કરશે. પરિણામે ડ્રાઈવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક, નિષ્પક્ષ અને ભ્રષ્ટાચારમુક્ત બનશે તેમજ લાયસન્સ ફક્ત યોગ્ય રીતે ટેસ્ટ પાસ કરનાર અરજદારોને જ મળશે. ‘યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે’ લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ RTO અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તેમજ અમદાવાદના ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર સાથે પણ બેઠક કરી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં વધુ લોકો સુવિધાઓને લાભ લે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે. નવી RTO કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. નવી RTO કચેરીમાં સુવિધાઓ બેઝમેન્ટ+ગ્રાઉન્ડ ફ્લોર+3 માળ(RCC ફ્રેમ અને PEB સ્ટીલ સ્ટ્રકચર) 230 મુલાકાતીઓ માટે વેઈટીંગ 100 અરજદારો માટે ટેસ્ટ ટ્રેક રૂમ વિવિધ કામગીરી માટે સિંગલ વિન્ડો અદ્યતન ફાયર ફાઈટીંગ સિસ્ટમ RTO-ARTO ચેમ્બર રિસેપ્શન કાઉન્ટર અરજદારો માટે વેઈટીંગ 60 વ્યક્તિની ક્ષમતાનો કોન્ફરન્સ રૂમ સ્ટોરેજ માટે રેકર્ડ રૂમ દિવ્યાંગજનો માટે રેમ્પ 133 ફોર વ્હીલર પાર્કિંગ 365 ટુ-વ્હીલર પાર્કિંગ AI ટેસ્ટ ટ્રેક ટેસ્ટ માટે કંટ્રોલ રૂમ સોલાર પાવર સિસ્ટમ આધુનિક કંટ્રોલ રૂમ
    Click here to Read More
    Previous Article
    હળવદમાં વીજળીના ધાંધિયા, ખેડૂતોએ PGVCL કચેરીએ રજૂઆત કરી:આકડેશ્વર ફીડરમાં વીજ પુરવઠો ખોરવાતા પાકને નુકસાનની ભીતિ
    Next Article
    Ebola Deaths In Democratic Republic Of Congo Surpasses 500

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment