Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOમાં AI ટ્રેક શરૂ, પ્રથમ દિવસે 60 ટકા વાહનચાલકો ફેઈલ:વાહનચાલક પર 17 કેમેરા અને સેન્સરથી નજર, નાની ભૂલ પણ પકડાઈ જશે

    9 hours ago

    રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે 16 જુલાઈથી ખૂલ્લો મૂકાઈ ગયો છે. રૂ.80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે. અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે. પ્રથમ દિવસે 35 જેટલા વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાથી નવો AI ટ્રેક શરૂ આ અંગે રાજકોટ જીલ્લા RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આજે 16 જુલાઈના બપોરે 12 કલાકથી નવો એઆઈ ટ્રેક શરૂ કરી દેવાયો છે. આજે સવારે ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલ વાહનધારકો ટેસ્ટમાં પાસ થઈ ગયા હતાં. રાજયની કુલ 37 આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે RTO નો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે. સર્વર બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે RTO ના જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા છે. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકે. AI કેમેરાને લીધે જે દિવસે જે લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ હોય તેના એક દિવસ પહેલા જ ડેટા મળી જતો હોય છે. જેથી સર્વર બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સેન્સર અંડર ગ્રાઉન્ડ હોવાથી વરસાદ કે વાવાઝોડામાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કોઈ નુકશાન નહીં થાય. નવા ટ્રેકની લંબાઈ 170 મીટર અને પહોળાઈ 4.20 મીટર છે. રાજકોટમાં દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ મળી 500 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. આ AI ટ્રેક હોવાથી ઓટોમેટિક હશે. જેમાં પાવર બેકઅપ પણ હશે. જેથી લાઈટ નહીં હોય તો પણ સર્વર બંધ નહીં થાય. ચોમાસામાં વરસાદમાં વાયરીંગને કોઈ નુકશાન નહીં થાય કારણકે અંડર ગ્રાઉન્ડ વાયરિંગથી સેન્સર મૂકવામાં આવ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની સમસ્યા નહીવત થઈ જશે. નવા ટ્રેક પર કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની? - અરજદારને તેની એપોઇન્ટમેન્ટ ના આધારે નિર્ધારિત સમયે વેઇટિંગ રૂમમાં આવીને બેસવાનું રહેશે - જે બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તે વખતે કયા વાહનો માટે ટેસ્ટ આપવાનો રહે છે તે કહેવાનું રહેશે - જે વાહન સાથે ટેસ્ટ આપવાની છે તેનો નંબર જણાવવાનો રહેશે - આ સમયે RFID ટેગ એટલે કે એક સેન્સર આપવામાં આવશે. જે સ્કેન કર્યા બાદ જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેના રૂમમાં પ્રવેશ કરવાનો રહેશે. - જે બાદ અરજદારે 10 મિનિટનો ટ્રેનિંગ વીડિયો નિહાળવાનો રહેશે. - જે રૂમમાંથી બહાર નીકળતા સમયે ફરી RFID ટેગ સ્કેન કરવાનો રહેશે. - જે પછી ટુ વ્હીલર ચાલકોએ માત્ર 60 સેકન્ડમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવાનો. જે સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. - જે બાદ RFID ટેગ સ્કેન કરતા તેમની ટ્રેનિંગ પૂર્ણ તેવું VMS (વેરિએબલ મેસેજ સાઈન) સ્ક્રીનમાં દેખાશે. - જે પછી કેમેરામાં અરજદારનો ફોટો લેવાશે અને પછી આગળ વધતા સમયે સિગ્નલ હશે. જેમાં લીલી લાઇટ થાય ત્યારે જ આગળ જવાનું. લાલ કે પીળી લાઇટ હોય - જ્યારે કારના લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા અરજદારે પેરેલલ પાર્કિંગ ટેસ્ટ 130 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. - જે પછી ચડતા ઢાળનો ટેસ્ટ 120 સેકન્ડમાં પૂર્ણ કરવાનો રહેશે. - જ્યાં ઢાળ ઉપર વાહન ઊભું રાખવાનું કહેવામાં આવે ત્યારે 15 ઇંચથી પાછળ ન ધકેલાય તેનું ધ્યાન રાખવું - અંગ્રેજી 8 આકારનો ટેસ્ટ 90 સેકન્ડમાં પૂર્ણ કરવાનો રહેશે. - જે પછી રિવર્સ S આકારનો ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારે 150 સેકન્ડમાં પૂર્ણ કરવો - જે બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ ગણાશે. AI ટ્રેક શરૂ થયાના પ્રથમ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટમાં 21માંથી 12 નાપાસ રાજકોટ RTO કચેરીમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયાના પ્રથમ દિવસે જ કારનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 6 માંથી 5 વ્યક્તિઓ નાપાસ થયા હતા જ્યારે ટુ-વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 15માંથી 7 નાપાસ થયા હતા. એટલે કે પ્રથમ દિવસે 21 માંથી 12 વ્યક્તિ નાપાસ થતા તેમને બીજી વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની આદિવાસી શાળાઓનું બોર્ડનું 100% પરિણામ:વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું
    Next Article
    मिट्टी में मिल जाएगी अली जौहर यूनिवर्सिटी? हज़ारों छात्रों के सपनों पर चलेगा बुलडोज़र?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment