Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ:ટ્રેનિંગમાં બોલાવતા તમામ કામગીરી ઠપ, અડધો-અડધો સ્ટાફ બોલાવવા નિર્ણય; ઓફિસના સમય સિવાય કામ કરવા સૂચના

    8 hours ago

    અમદાવાદ RTOના સ્ટાફને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે. RTOના 69 માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી કરવા જાય ત્યારે આરટીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આરટીઓના અધિકારીઓએ સ્ટાફ વધારવા માટે માંગ કરી છે. તેમજ હવે આરટીઓ કચેરી બંધ ન થાય તે માટે ઓફિસના સમય પછી વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રેનિંગ માટે પણ અડધો અડધો સ્ટાફ બોલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ રાજ્યમાં આગામી સમયમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે અલગ અલગ સરકારી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ આરટીઓમાં અત્યારે સ્ટાફની અછત વચ્ચે 69 સ્ટાફ જ કામ કરે છે. તેમ છતાં 66 જેટલા કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્રણ લોકોના ઓર્ડર એટલા માટે કરવામાં આવ્યા નથી કે એક કર્મચારી બે મહિના પછી રિટાયર્ડ થાય છે તો બે કર્મચારી થોડા સમય પહેલા જ જોડાયા છે. જેથી ત્રણને છોડીને અન્ય બધા જ કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે ફિલ્ડમાં જવું પડશે. કર્મચારીઓ ફીલ્ડ જતા આરટીઓ કચેરી બંધ કરવા જેવી સ્થિતિ જેથી હવે વસ્તી ગણતરીની કરવા માટે જ્યારે કર્મચારીઓ ફીલ્ડમાં જાય ત્યારે આરટીઓ કચેરી બંધ કરવી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે સોમવારે એક દિવસ માટે 66 કર્મચારીઓને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા તમામ કામગીરી બંધ કરવી પડી હતી. દરરોજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 250, વાહન સહિતની કામગીરી માટે 200 તો પરમિટ સહિતની કામગીરી માટે 350 જેટલા અરજદારો આરટીઓ આવતા હોય છે. જેથી સ્ટાફ જ ન હોવાથી તમામ અરજદારોના કામ થઈ શક્ય ન્હોતા અને બીજા દિવસે ધક્કો ખાવો પડ્યો હતો. RTOનો અડધો અડધો સ્ટાફ બોલાવીને ટ્રેનિંગ અપાશે હવે આરટીઓ કચેરીમાં સંપૂર્ણ કામગીરી બંધ કરવી ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આરટીઓના કર્મચારીઓને એક સાથે ટ્રેનિંગમાં બોલાવવામાં આવશે નહીં. અડધો અડધો સ્ટાફ બોલાવીને વસ્તી ગણતરી માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી આરટીઓ કચેરીમાં કામગીરી બંધ ન થાય. તેમજ વસ્તી ગણતરીની કામગીરી શરૂ થયા બાદ પણ આરટીઓના કર્મચારીઓને કચેરીના સમય બાદ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે આરટીઓના કર્મચારીઓને આરટીઓની કામગીરીની સાથે સાથે વસ્તી ગણતરીનો બોઝ પણ ઉઠાવવો પડશે જો કે સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે જતા કર્મચારીઓને મહેનતાણું પણ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    100 કરોડથી વધુના ખર્ચે 150 ફૂટ રિંગરોડની કાયાપલટ થશે:રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધતા રોડ પર BRTS ટ્રેકની પહોળાઈ ઘટશે, સાયકલ ટ્રેક અને દબાણોને દૂર કરી રસ્તો પહોળો કરાશે
    Next Article
    Sonakshi Sinha And Jyotika's Courtroom Drama System To Premiere On Prime Video On May 22

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment