Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100 કરોડથી વધુના ખર્ચે 150 ફૂટ રિંગરોડની કાયાપલટ થશે:રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધતા રોડ પર BRTS ટ્રેકની પહોળાઈ ઘટશે, સાયકલ ટ્રેક અને દબાણોને દૂર કરી રસ્તો પહોળો કરાશે

    9 hours ago

    રાજકોટનાં 150 ફૂટ રિંગરોડનું નિર્માણ લગભગ 15 વર્ષ પહેલાં થયું હતું. જેમાં પ્રથમ બીઆરટીએસ અને સાયકલ ટ્રેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જે-તે સમયે આ રોડ શહેરના છેવાડે હોવાને લઇ ટ્રાફિકની ખાસ સમસ્યા થતી નહોતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં વિકાસ થતા હવે 150 ફૂટનો આ રોડ શહેરની મધ્યમાં આવી ગયો છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. એટલું જ નહીં ચોમાસામાં આ રોડ પર અનેક સ્થળે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. રોડની સાઈડમાં સાયકલ ટ્રેકમાં પણ દબાણો થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મનપા દ્વારા અંદાજે રૂ. 100 કરોડથી વધુના ખર્ચે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવનાર છે. જેમાં BRTS ટ્રેકની પહોળાઈ ઘટાડવી, સાયકલ ટ્રેક અને દબાણો દૂર કરવા સહિતનાં મહત્વના ફેરફાર કરવામાં આવશે. ટૂંક સમયમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પૂરતી શકયતા છે. સુરતની સંસ્થા અભ્યાસ કરશે બાદમાં ડિઝાઈન તૈયાર થશે મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડની કાયાપલટ કરવામાં આવનાર છે. અગાઉ જુના શાસકોના સમયમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ માટે સુરતની સરકારી સંસ્થાને સલાહકાર તરીકે રોકવા અને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરવા મંજૂરી અપાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, સીંધુંભવન રોડ સહિતના રસ્તાની ડિઝાઇન તૈયાર કરાઈ છે. જેના દ્વારા અભ્યાસ કરી બાદમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સર્વે બાદ કુલ 10.7 કિલોમીટરના માર્ગની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવનાર છે. 1 કિલોમીટરના સર્વેના 9 લાખ રૂપિયા ચાર્જ શહેરમાં દોઢ દાયકા પહેલા 108 કરોડના ખર્ચે બનેલા 10.07 કિલોમીટરના 150 ફૂટ રિંગરોડ ઉપર રી-ડિઝાઇન માટે સુરતની સરકારી સંસ્થાને સર્વે કરવા કામ સોંપવા અગાઉ નિર્ણય લેવાયો હતો. આ સંસ્થા દ્વારા માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીના રસ્તામા ક્યાં રસ્તો પહોળો કરવાની જરૂર છે, ક્યાં પાણી ભરાઈ છે, ક્યાં સાયકલ ટ્રેકની જરૂર છે ક્યાં સર્વિસ રોડમાં ફેરફાર કરવો સહિતનો અભ્યાસ કરી રોડની રી-ડિઝાઇન સર્વે કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવામાં આવશે. આ માટે 1 કિલોમીટરના સર્વેના 9 લાખ રૂપિયા ચાર્જ હોય છે અને જેમ કામગીરી થતી જાય તેમ-તેમ તબક્કાવાર પેમેન્ટ કરવાનું રહેતું હોય છે. નવી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરાશે સૂત્રોનાં જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગરોડ રી-ડિઝાઇન કરવા માટેનો સર્વે મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યો છે. અને હવે નવા પદાધિકારીઓની વરણી થયા બાદ તરત આ રસ્તાના નવીનીકરણ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ ટેન્ડર મંજુર થયા બાદ તેને નવી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે. અને ત્યારબાદ આ રોડ પર પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થાય તે પ્રકારે આખા રસ્તાનાં નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રસ્તાનું કામ પૂર્ણ થતાં અહીંથી રોજ પસાર થતા લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે. બીઆરટીએસ ટ્રેકની પહોળાઈમાં ઘટાડો થશે ઉલ્લેખનીય છે કે વર્ષ 2009-10માં રાજકોટનો પહેલો 150 ફુટનો રીંગ રોડ બન્યો હતો. આ સમયથી આ રોડ સરકારી ચોપડે બાયપાસ હોય, ટ્રાવેલની બસો, ટ્રક સહિતના ભારે વાહનો પસાર થાય છે. આ બાદ 10.7 કિ.મી.નો વિશાળ સિમેન્ટ ટ્રેક સાથેનો બીઆરટીએસ રૂટ બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે 108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ બીઆરટીએસ ટ્રેક ખૂબ વધારે પહોળો હોવાથી વાહન ચાલકોને ઓછી જગ્યા મળે છે, જેને લઈને બીઆરટીએસ ટ્રેકની પહોળાઈ પણ ઓછી કરવામાં આવશે. સાથે રોડની સાઈડમાં બનાવેલા સાયકલ ટ્રેકનો ખાસ ઉપયોગ થતો નહીં હોવાથી તેને પણ હટાવવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કિશોરે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:સગીરાને પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં તપાસ માટે લઈ જતા ભાંડો ફુટયો, પોલીસે કિશોરને ડિટેઇન કર્યો
    Next Article
    RTOના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ:ટ્રેનિંગમાં બોલાવતા તમામ કામગીરી ઠપ, અડધો-અડધો સ્ટાફ બોલાવવા નિર્ણય; ઓફિસના સમય સિવાય કામ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment