Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ:ભરૂચમાં નિયમભંગ બદલ 6 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી, રૂ. 48,500નો દંડ ફટકારાયો

    1 day ago

    ભરૂચ RTO કચેરીએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 6 વાહનો સામે કાર્યવાહી કરીને કુલ રૂ. 48,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ RTO કચેરીના એઆરટીઓ પી.આર. પઢીયારના માર્ગદર્શન હેઠળ શેરપુરા વિસ્તારમાં સ્કૂલ વાન અને રિક્ષાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. RTO ઇન્સ્પેક્ટર એ.બી. રાણાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક નિયમભંગ કરનારા રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પકડાઈ જવાની ભીતિથી કેટલાક વાહનચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ બાદ આ ઘટના સામે આવી હતી. વિશેષ ડ્રાઇવ દરમિયાન ટીમે સ્કૂલ વાન અને રિક્ષાને રોકી તેમના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. આમાં વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો (RC બુક), સ્કૂલ તરફથી અપાયેલી પરમિટ અને મંજૂરી, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી તથા વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે કુલ 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે. તમામ વાહનોને મેમો ફટકારી રૂ. 48,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. વાહનચાલકોને આગળની કાયદેસરની પ્રક્રિયા માટે RTO કચેરીએ હાજર રહેવા પણ સૂચના અપાઈ હતી. RTO તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે અને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન હંકારતા ચાલકોમાં ભયનો માહોલ છે. આ ઝુંબેશ દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘That child…’: When Samantha Ruth Prabhu said she always wanted to be a mom; expert weighs in
    Next Article
    નવસારી ખાણ ખનિજ વિભાગમાં કૌભાંડનો આરોપ:કોન્ટ્રાક્ટરે વીડિયો વાયરલ કરી અધિકારી પ્રવીણ ખાંભલા પર ગંભીર આક્ષેપ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment