Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ખાણ ખનિજ વિભાગમાં કૌભાંડનો આરોપ:કોન્ટ્રાક્ટરે વીડિયો વાયરલ કરી અધિકારી પ્રવીણ ખાંભલા પર ગંભીર આક્ષેપ કર્યા

    1 day ago

    નવસારીના ખનિજ વિભાગમાં માટી ખનન કૌભાંડ અને ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. માઇનિંગ કોન્ટ્રાક્ટર રોહિત સેઠિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને નવસારી કલેક્ટરને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. કોન્ટ્રાક્ટરે ખાણ ખનિજ અધિકારી પ્રવીણ ખાંભલા પર પક્ષપાત અને સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે. કોન્ટ્રાક્ટર રોહિત સેઠિયાના જણાવ્યા અનુસાર, તેઓ તમામ કાનૂની નિયમોનું પાલન કરી રહ્યા છે અને નિયત પેનલ્ટી ભરી દીધી છે. તેમ છતાં, ખાણ ખનિજ અધિકારી પ્રવીણ ખાંભલા દ્વારા તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. સેઠિયાએ આક્ષેપ કર્યો છે કે અધિકારી દ્વારા દ્વેષભાવ રાખીને તેમને કાયદેસરનો ગ્રાન્ટ ઓર્ડર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, જેને કારણે રોયલ્ટી ફાળવણીમાં મુશ્કેલીઓ પડી રહી છે. વાયરલ વીડિયોમાં કોન્ટ્રાક્ટરે દાવો કર્યો છે કે નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા આશરે 40 જેટલા તળાવોમાંથી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 થી વધુ ગાડી માટીની ચોરી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. અન્ય તળાવો પર 12 ટકાથી પણ ઓછી રોયલ્ટીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ખનનને સરકારી અધિકારીઓની મિલીભગતથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટર સેઠિયાએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 3 થી 4 દિવસમાં ચોમાસાનો વરસાદ શરૂ થવાની સંભાવના છે. આરોપી અધિકારી અને તેમના મનપસંદ કોન્ટ્રાક્ટરો આ વરસાદી માહોલનો ફાયદો ઉઠાવી શકે છે. વરસાદના કારણે તળાવોમાં પાણી ભરાઈ જશે, જેથી ગેરકાયદેસર રીતે કરાયેલું ખનન પાણીમાં ગરકાવ થઈ જાય અને આ સમગ્ર કૌભાંડ પર પડદો પડી જાય. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે નવસારી કલેક્ટર આ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો પર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. ખાણ ખનિજ વિભાગના જવાબદાર અધિકારી સામે કોઈ તપાસ સમિતિ નિમાય છે કે કેમ, તે પણ સ્પષ્ટ થશે. આ મામલે ખાણ ખનિજ વિભાગના અધિકારી પ્રવીણ ખાંભલા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
    Click here to Read More
    Previous Article
    RTO દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ:ભરૂચમાં નિયમભંગ બદલ 6 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી, રૂ. 48,500નો દંડ ફટકારાયો
    Next Article
    Cocktail 2 Box Office Collection Day 5 Live Update: Kriti-Shahid-Rashmika’s film crosses Rs 100 cr mark worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment