Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎ - ભુજ RTOનો સપાટો:4 મહિનામાં નિયમ ભંગના 10,887 કેસ, 5.48 કરોડનો દંડ ફટકાર્યો

    13 hours ago

    કચ્છમાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ભુજ આરટીઓ દ્વારા એક્શન મોડમાં આવીને સઘન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરાઈ છે. છેલ્લા ચાર મહિના જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતા બેફામ વાહનચાલકો સામે લાલ આંખ કરી 10 હજારથી વધુ કેસ નોંધી કરોડોનો દંડ ફટકારાયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા હાઇવે પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી વાહનચાલકોમાં કાયદાનો ડર ઊભો કરાયો છે. ભુજ આરટીઓ દ્વારા હાથ ધરાયેલી ડ્રાઇવમાં ખાસ કરીને ઓવર સ્પીડ, ઓવરલોડ, ઓડીસી ઓવર ડાયમેન્શન, ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ, રિફ્લેક્ટરનો અભાવ, આડેધડ પાર્કિંગ, HSRP નંબર પ્લેટ વિનાના વાહનો અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને કેસ કરાયા હતા. આ નિયમ ભંગ બદલ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ. 500 થી લઈને 20,000 સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ભુજ આરટીઓ દ્વારા કુલ 10,887 કેસ નોંધાયા છે. જે પેટે 5,47,71,089 નો દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમભંગના કેસ અને દંડની માહિતી 57 વાહનો ડિટેઇન જે વાહનચાલકોનો ટેક્સ બાકી હોય તેવા કિસ્સામાં કાર્યવાહી કરતા 57 વાહનોને ડિટેઇન કરાયા. સઘન ચેકિંગ યથાવત રહેશે : RTO અધિકારી આ અંગે ભુજ આરટીઓ અધિકારી પાર્થ ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, માર્ગ સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. લોકોના જીવના જોખમે નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે આવી કડક દંડકીય કાર્યવાહી આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહેશે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, જેથી વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આરટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આધુનિક મશીનો અને ઇન્ટરસેપ્ટરથી ચેકિંગ વાહન ચેકિંગની આ કામગીરી ભુજથી બહાર નીકળવાના મુખ્ય માર્ગો પર સઘન બનાવવામાં આવી છે. વિવિધ આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા ભુજના ખાવડા રોડ, શેખપીર ચેકપોસ્ટ, અંજાર હાઇવે, તેમજ મુન્દ્રામાં મોખા ચેકપોસ્ટ અને મુન્દ્રા-અંજાર હાઇવે સહિતના વ્યસ્ત માર્ગો પર ચેકિંગ કરવામાં આવ્યું છે. આ માટે હાઇવે પર ઇન્ટરસેપ્ટર ગાડીઓ અને સ્પીડ ગન સહિતના આધુનિક મશીનોનો ઉપયોગ કરીને ઓવરસ્પીડમાં દોડતા વાહનોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ:પોશડોડા લઈને જતી ફોર્ચ્યુનરને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે પગમાં ગોળી મારી; 10 દિવસમા બીજી ઘટના
    Next Article
    PM Modi Pays Tribute To Mahatma Gandhi On His Birth Anniversary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment