Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકામાં RTO બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:એક આરોપી ઝડપાયો, 300થી વધુ લોકોને ઠગ્યા, 12 નકલી લાયસન્સ જપ્ત

    1 week ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં RTO બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે 300થી વધુ લોકોને નકલી લાયસન્સ બનાવી આપતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણપુરના કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા નામના વ્યક્તિ લોકોને ખોટા વાયદા કરીને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાનું કહેતો હતો. તે ગ્રામ્ય વિસ્તારના અણસમજુ લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી આધાર કાર્ડ, ફોટા, સહીના નમૂનાઓ અને રોકડ રકમ લેતો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં જ નકલી લાયસન્સ તૈયાર કરતો હતો. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી, લેમિનેશન કરીને તે ઓરિજનલ જેવા દેખાતા લાયસન્સ ગ્રાહકોને આપતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આશરે 300થી 400 જેટલા લોકોને આ રીતે લર્નિંગ તેમજ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા. એલ.સી.બી.ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કલ્યાણપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 12 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ, ₹5200 રોકડ, એક મોબાઈલ ફોન અને એક મોપેડ સહિત કુલ ₹35,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કૌભાંડ અંગે વધુ તપાસ SOG ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ કહ્યું- ઈરાન માનશે નહીં તો ફરી યુદ્ધ શરૂ કરીશું:અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથ બોલ્યા- હમણાં હોર્મુઝની નાકાબંધી ચાલુ જ રહેશે
    Next Article
    રાજકોટ રેન્જ IGએ મહિલા PI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા:માખાવડમાં એક ફાર્મ હાઉસ પર SMCનો દરોડો, ₹11.26 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment