Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેન્જ IGએ મહિલા PI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા:માખાવડમાં એક ફાર્મ હાઉસ પર SMCનો દરોડો, ₹11.26 લાખનો દારૂ ઝડપાયો

    1 week ago

    રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) કરેલી રેડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયા બાદ પોલીસ વિભાગમાં મોટો આંચકો આવ્યો છે. સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ફાર્મ હાઉસમાં દરોડો અને મુદ્દામાલની જપ્તી ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય થયેલી SMCની ટીમે લોધીકાના માખાવડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફાર્મ હાઉસમાંથી ₹11.26 લાખની કિંમતની 739 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા અજય રમેશભાઈ ભરડાની ધરપકડ કરી છે. તેની પાસેથી દારૂ ઉપરાંત એક બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બુટલેગર ઉમંગ કામાણીનું નામ ખુલ્યું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મવડી વિસ્તારના નામચીન બુટલેગર ઉમંગ કામાણીએ રાજસ્થાનથી મંગાવ્યો હતો. પોલીસે હવે ઉમંગ કામાણી અને દારૂ મોકલનાર રાજસ્થાની શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે. રેન્જ IGએ 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા સ્થાનિક પોલીસની નાક નીચે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતરતા અને SMC દ્વારા કાર્યવાહી થતા લોધીકા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. લોધીકાના મહિલા પી.આઇ. એસ.એમ. પરમાર, એએસઆઇ ગોપાલભાઇ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઇ, પિયુષભાઇ, તેમજ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ અને ખોડાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોધીકા પીઆઈ સસ્પેન્ડ થતા તેમનો ચાર્જ પીએસઆઈ આઈ.એન. સરવૈયાને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ મોટી શિક્ષાત્મક કાર્યવાહીથી ગ્રામ્ય પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલા આ દરોડાએ જિલ્લામાં દારૂબંધીના અમલ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ દ્વારકામાં RTO બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:એક આરોપી ઝડપાયો, 300થી વધુ લોકોને ઠગ્યા, 12 નકલી લાયસન્સ જપ્ત
    Next Article
    Uncontested seats crosses 500 | ભાજપની બિનહરીફ બેઠકો 500 પાર | Sthanik Swaraj Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment