Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જો જો RTO માં ધક્કો ન પડે:ચૂંટણીની કામગીરીને પગલે આગામી 27 એપ્રિલે RTOની તમામ કામગીરી બંધ રહેશે, અરજદારોની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ અંગેની વિગતો મોબાઈલમાં મેસેજ દ્વારા મળશે

    10 hours ago

    પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા RTO કચેરી દ્વારા એક દિવસ માટે કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઓફિસ કામકાજ શરૂ રહેશે પરંતુ અરજદારોની કામગીરી સ્ટાફ ન હોવાથી નહીં થાય જેથી ધક્કો ન પડે તે માટે આ સૂચન જારી કરવામાં આવી છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આરટીઓ કચેરીના સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. જેથી આગામી તારીખ 27/04/26 ના રોજ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન તેમજ ચલણ સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે. આ સાથે જે અરજદારોએ 27 એપ્રિલની ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન સંબંધિત એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, તે તમામ રીશેડ્યુલ કરવામાં આવી છે. નવી તારીખ અંગે અરજદારોને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવશે. આરટીઓ કચેરી ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ, તારીખ 28/04/26 થી કચેરી રાબેતા મુજબ કાર્યરત થશે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ મેયરના વોર્ડમાં સ્થાનિકોની મૂળભૂત સુવિધાનો અભાવ:પાંચ વર્ષમાં અમારા બધા પ્રશ્નો સોલ્વ કરી શકતા હો તો અમારી પાસે મત લેવા આવજો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચૂંટણી, લોકશાહીના પર્વમાં મતદાન કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment