Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચૂંટણી, લોકશાહીના પર્વમાં મતદાન કરવા અપીલ

    9 hours ago

    આગામી 26 એપ્રિલના ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસ સજ્જ છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 2026 અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી 26 એપ્રિલ 2026, રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. મતદાનનો સમય સવારે 7થી શરૂ થઈને સાંજે 6 સુધીનો રહેશે. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી સ્ટાફની નિમણૂક અને ડેપ્લોયમેન્ટની પ્રક્રિયા પણ આટોપી લેવામાં આવી છે. ઇવીએમ મશીનોને જે-તે વિસ્તારના ચૂંટણી અધિકારીઓ સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દેવાયા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી તમામ નિયમોની જાણકારી આપી દેવામાં આવી છે. મતદાર સંખ્યા અને તાલુકાવાર વિગતો જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણીમાં કુલ 8,24,525 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 4,32,401 અને મહિલા મતદારોની સંખ્યા 3,92,118 નોંધાઈ છે, જ્યારે 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. તાલુકાવાર મતદારોની આંકડાકીય સ્થિતિ નીચે મુજબ છે. બેઠકો અને મતદાન મથકોની વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે મતદાન યોજાશે. આ માટે કુલ 1011 મતદાન મથકો અને 674 મતદાન મથક લોકેશન નક્કી કરાયા છે. માળીયા હાટીનામાં સૌથી વધુ 5 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત બેઠકો છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 4 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બેઠકો છે. વંથલી, માણાવદર અને વિસાવદરમાં 3-3, ભેંસાણ અને મેંદરડામાં 2-2, તેમજ કેશોદ અને માંગરોળમાં 4-4 જિલ્લા પંચાયત બેઠકો ફાળવવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લાની સુરક્ષા માટે 1 SP, 1 ASP, 4 DYSP, 17 PI અને 40 PSI કાર્યરત રહેશે. આ અધિકારીઓની સાથે 836 પોલીસ કર્મચારીઓ અને 101 નવા LRD (લોકરક્ષક દળ) જવાનોને ફરજ સોંપાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં પૂરક બળ તરીકે કુલ 162 હોમગાર્ડ અને 1200 જી.આર.ડી. સભ્યોની ફાળવણી કરવામાં આવી છે. આ જવાનોના સુપરવિઝન માટે 10 હોમગાર્ડ અધિકારી અને 10 જી.આર.ડી. સુપરવિઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મતદારે ત્રણેય સંસ્થાઓ માટે અલગ-અલગ મશીન પર જઈને વોટ આપવાનો રહેશે આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે અલગ-અલગ ઈવીએમ મશીનનો ઉપયોગ થશે. મતદારે ત્રણેય સંસ્થાઓ માટે અલગ-અલગ મશીન પર જઈને પોતાનો વોટ આપવાનો રહેશે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ નમૂનાના બેલેટ પેપર અને પોસ્ટર દ્વારા મતદારોને મતદાન કરવાની પદ્ધતિ સમજાવી છે. મતદાન મથકો પર પીવાનું પાણી, શેડ અને દિવ્યાંગો માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ પ્રયોગ તરીકે ગ્રીન બુથ, પીંક બુથ અને આદર્શ ઓલ્ડ એજ બુથ જેવા થીમ આધારિત બુથ પણ તૈયાર કરાયા છે. ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય 14 માન્ય દસ્તાવેજોમાંથી કોઈ પણ એક અસલ દસ્તાવેજ બતાવી શકાશે કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે 26 એપ્રિલના રોજ સમય કાઢીને અચૂક મતદાન કરે. મતદાન માટે અસલ ચૂંટણી કાર્ડ (Voter ID) સાથે રાખવું અનિવાર્ય છે. જો ચૂંટણી કાર્ડ ન હોય, તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના અન્ય 14 માન્ય દસ્તાવેજોમાંથી કોઈ પણ એક અસલ દસ્તાવેજ બતાવી શકાશે. મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર સખત મનાઈ છે. મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે હેલ્પલાઈન 1950નો ઉપયોગ કરી શકાશે. લોકશાહીના પર્વમાં મતદાન કરવા અપીલ વહીવટી તંત્ર દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે સેક્ટર મેજિસ્ટ્રેટ અને પોલીસ મોબાઈલ સાથે નિર્ધારિત સંખ્યામાં હોમગાર્ડ અને જી.આર.ડી. સભ્યોની ફાળવણી રહે જેથી આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સુરક્ષા પહોંચાડી શકાય. મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કલેક્ટરે તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અને શાંતિ જાળવવા ખાસ અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જો જો RTO માં ધક્કો ન પડે:ચૂંટણીની કામગીરીને પગલે આગામી 27 એપ્રિલે RTOની તમામ કામગીરી બંધ રહેશે, અરજદારોની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ અંગેની વિગતો મોબાઈલમાં મેસેજ દ્વારા મળશે
    Next Article
    "Balance Between Patience And Intent Stood Out": Suresh Raina's Big Praise For Sanju Samson

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment