Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત RTO રજાના દિવસે પણ ચાલુ રહેશે:22 અને 24 નવેમ્બરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે, એપોઇન્ટમેન્ટ વિના પ્રવેશ નહીં

    7 घंटे पहले

    ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાંબા સમયથી વેઇટિંગમાં રહેલા સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત આરટીઓ કચેરી દ્વારા અરજદારોની સુવિધા માટે રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 22 અને 24 નવેમ્બરે જાહેર રજા હોવા છતાં સુરત આરટીઓ ખાતે ટ્રેક કાર્યરત રહેશે. જે અરજદારોએ અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હોય, તેઓ પોતાની જૂની એપોઇન્ટમેન્ટ કેન્સલ કે રિશેડ્યૂલ કરીને આ બંને દિવસો માટે નવી એપોઇન્ટમેન્ટ મેળવી ટેસ્ટ આપી શકશે. જોકે, તંત્ર દ્વારા એપોઇન્ટમેન્ટ લીધા વિના ટ્રેક પર નહીં આવવા ખાસ અપીલ કરવામાં આવી છે. 40-50 દિવસનું વેઇટિંગ ઘટાડવા તંત્રની કવાયત હાલમાં સુરત આરટીઓમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને કેટેગરીના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અંદાજે 40થી 50 દિવસનું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને કામકાજના દિવસોમાં રજા પાડવી ન પડે અને વેઇટિંગ પિરિયડમાં નોંધપાત્ર ઘટાડો થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ટૂંક સમયમાં માસમા ખાતે પણ નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવાની તૈયારીમાં છે, જેનાથી આગામી દિવસોમાં વેઇટિંગની સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ જશે. રજાના દિવસે ટેસ્ટ આપવાથી લોકોના અન્ય કામ નહીં અટવાય: એચ. એમ. પટેલ આ અંગે સુરત આરટીઓ અધિકારી એચ. એમ. પટેલે જણાવ્યું હતું કે, અરજદારોની સુવિધા માટે અમે આ વખતે રવિવાર અને એક જાહેર રજાના દિવસે પણ ટ્રેક ચાલુ રાખવાનું આયોજન કર્યું છે. રજાના દિવસે ટ્રેક ખુલ્લો રહેવાથી લોકો પોતાના અન્ય રોજિંદા કાર્યક્રમો ડિસ્ટર્બ કર્યા વિના સરળતાથી આવીને ટેસ્ટ આપી શકશે. આ નિર્ણયથી વેઇટિંગમાં નોંધપાત્ર ઘટાડો થશે અને જો હજુ પણ વેઇટિંગ રહેશે, તો આગામી રવિવારોમાં પણ ટ્રેક ચાલુ રાખવાનું અમારું પ્લાનિંગ છે.
    Click here to Read More
    Previous Article
    SMCની રેઇડ બાદ ભાગતા ફરતા બે આરોપીઓને વરતેજ પોલીસે ઝડપ્યા:ઘોઘારોડના ચકચારી દારૂ પ્રકરણમાં ફરાર ઈકો કાર માલિક સહિત બે આરોપી ઝડપાયા
    Next Article
    નલિયામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું:કંડલામાં 15.3 અને ભુજમાં 18.2 ડિગ્રી; નલિયા રાજ્યના ઠંડા શહેરોમાં મોખરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment