Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર RTO, ગોલ્ડન/સિલ્વર નંબર માટે રિ-ઓક્શન:રજીસ્ટ્રેશન 1 થી 3 મે, બિડિંગ 3 થી 5 મે સુધી ચાલશે

    2 days ago

    પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરેન્દ્રનગરની કચેરી દ્વારા પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન રિ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ તમામ પ્રકારના વાહનોની સીરીઝના બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે રિ-ઓક્શન યોજાશે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ તેમના વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ સાત દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રસ ધરાવતા અરજદારોએ ભારત સરકારની વેબસાઈટ પર ઓનલાઈન સી.એન.એ. (CNA) ફોર્મ ભરીને આ રિ-ઓક્શનમાં ભાગ લેવાનો રહેશે. રિ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 01 મે, 2026 ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થશે અને 03 મે, 2026 ના રોજ બપોરે 03:59 કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા 03 મે, 2026 ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થઈને 05 મે, 2026 ના રોજ સાંજે 04:00 કલાકે પૂર્ણ થશે. હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 06 મે, 2026 ના રોજ રિ-ઓક્શનના ફોર્મ કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ થયેલા અરજદારોએ બિડિંગની રકમ ભરપાઈ કર્યા બાદ તેની રસીદ સાથે પાંચ દિવસમાં કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ નામંજૂર કરવામાં આવશે. ખાસ નોંધ લેવી કે, વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ પૈકી જે વહેલું હોય તે તારીખથી 60 દિવસ સુધી જ અરજદારો પસંદગીના નંબર માટે રિ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. સમય મર્યાદા બહારની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે અરજદારો આર.ટી.ઓ. કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ ગુજરાતના લોકોને ગુલામ સમજે છે:કોંગ્રેસનાં ઉમેદવારો કમલામમાંથી નક્કી થાય છે, 'આપ' એકમાત્ર વિકલ્પ, હવાલાકાંડ અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર પર સીસોદીયાનાં આકરા પ્રહારો
    Next Article
    Ahmedabad Political News |શહેજાદ ખાન પઠાણે 4 ઉમેદવારો સાથે ભવ્ય બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment