Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ ગુજરાતના લોકોને ગુલામ સમજે છે:કોંગ્રેસનાં ઉમેદવારો કમલામમાંથી નક્કી થાય છે, 'આપ' એકમાત્ર વિકલ્પ, હવાલાકાંડ અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર પર સીસોદીયાનાં આકરા પ્રહારો

    2 days ago

    આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડે. સીએમ મનીષ સિસોદિયાએ ગુજરાતના રાજકારણમાં એક નવો વંટોળ ઉભો કર્યો છે. રાજકોટમાં આયોજિત 'વિજય વિશ્વાસ પદયાત્રા'માં મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા. અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. આ પદયાત્રા દરમિયાન સિસોદિયાએ માર્ગમાં ઉમટી પડેલી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પદયાત્રા પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. સીસોદીયાએ જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાતના લોકોને ગુલામ સમજે છે. તો કોંગ્રેસનાં ઉમેદવારો કમલામમાંથી નક્કી થાય છે, 'આપ' એકમાત્ર વિકલ્પ છે. આ સાથે જ હવાલાકાંડ, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી અને ખુલ્લો પડકાર પણ તેમણે ફેંકયો હતો. મનીષ સિસોદિયાએ સૌથી મોટો હુમલો તાજેતરમાં ગાજેલા હવાલાકાંડ મુદ્દે કર્યો હતો. તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ભાજપ દ્વારા જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર 10 થી 30 સેકન્ડના સીસીટીવી ક્લિપિંગ્સ જાહેર કરીને લોકોને શું સાબિત કરવા માંગો છો? સિસોદિયાએ તપાસ એજન્સીઓને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તે દિવસના આખા દિવસના તમામ સીસીટીવી ફૂટેજ સાર્વજનિક કરો. તેમણે દાવો કર્યો હતો કે જો સંપૂર્ણ ફૂટેજ બહાર આવશે, તો ગુજરાતની જનતા જોશે કે ભાજપના કયા કયા મોટા માથાઓ અને નેતાઓ રૂપિયા લેવા માટે તે સ્થળે પહોંચ્યા હતા. તેમના મતે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં આંગણિયા અને હવાલાનું નેટવર્ક વ્યાપક બન્યું છે, જે શાસકો માટે અત્યંત શરમની બાબત છે. રાજકોટના ઇતિહાસની સૌથી કમનસીબ ઘટના એવી TRP ગેમ ઝોન અગ્નિકાંડ વિશે વાત કરતા સિસોદિયા ભાવુક અને આક્રમક જણાતા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ભીષણ કાંડમાં અનેક માસૂમ જીવ ગયા છે, જેની પાછળ સીધેસીધો ભ્રષ્ટાચાર જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો કે આ ગેમ ઝોન સાથે ભાજપના સ્થાનિક નેતાઓના હિતો જોડાયેલા હતા અને તેમની રહેમરાહે જ તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સત્તાના પ્રભાવ હેઠળ મોટા નેતાઓ સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, તે બાબત જ સાબિત કરે છે કે શાસક પક્ષ પોતાના મળતિયાઓને બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમણે આ મામલે ન્યાયિક તપાસ અને જવાબદારો સામે કડક પગલાંની માંગણી કરી હતી. શહેરના સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દે પણ સિસોદિયાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે રાજકોટ ભાજપના નેતાઓ દ્વારા ચલાવવામાં આવતા 'હપ્તા રાજ' અને 'ખંડણીખોરી'નો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાજપના નેતાઓએ બાંધકામ ક્ષેત્રના વ્યવસાયીઓ અને બિલ્ડરોને લૂંટવા માટે એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી વિકસાવી છે. આ પદ્ધતિ મુજબ, સૌ પ્રથમ કોઈ પણ નવા બાંધકામ સામે પાયાવિહોણી અને ખોટી અરજીઓ કરવામાં આવે છે. ત્યારબાદ સરકારી તંત્રનો ઉપયોગ કરીને નોટિસ મોકલાવી બિલ્ડરોને ડરાવવામાં આવે છે. અંતે, આ વિવાદના ઉકેલ માટે ભાજપના નેતાઓ વચેટિયા બનીને આવે છે અને મામલો થાળે પાડવા માટે રૂ. 50,000 થી લઈને લાખો રૂપિયાની માંગણી કરે છે. આ પ્રકારનો ભ્રષ્ટાચાર રાજકોટના ખૂણે ખૂણે વ્યાપેલો છે અને સામાન્ય વેપારીઓ તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે વાત કરતા મનીષ સિસોદિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 'આપ' એક મજબૂત અને નિર્ણાયક વિકલ્પ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ એવા ભ્રમમાં છે કે ગુજરાતની જનતા તેમની ગુલામ છે, કોંગ્રેસના નેતાઓ કામલમમાંથી નક્કી થાય છે. ત્યારે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. ભાજપનાં નેતાઓ ભૂલી રહ્યા છે કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દિલ્હીમાં થયેલા કામોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતા હવે સ્લોગન નહીં પણ સુવિધા ઈચ્છે છે. લોકોને મળ્યા બાદ મને સ્પષ્ટ સંકેત મળ્યા છે કે, લોકો હવે પરિવર્તન માટે તૈયાર છે. કાર્યકરોને હાકલ કરી હતી કે તેઓ ગભરાયા વગર ભાજપના અન્યાય સામે અવાજ ઉઠાવે અને જનતાની સેવા કરે. ગુજરાતમાં હવે ડરનું સામ્રાજ્ય સમાપ્ત થવા જઈ રહ્યું છે. જે રીતે વિપક્ષના નેતાઓ પર ખોટા કેસ કરીને તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી. જો સરકારના નાક નીચે હવાલાકાંડ ચાલતા હોય અને ભ્રષ્ટાચારીઓ મોજ કરતા હોય, તો આવી સરકારે સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે રાજકોટની જનતાને અપીલ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન પસંદ કરે. સિસોદિયાના આક્રમક તેવરથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે, અને આગામી દિવસોમાં હવાલાકાંડ મુદ્દે નવા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. મનીષ સિસોદિયાની આ મુલાકાતે ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં ચોક્કસપણે હલચલ મચાવી દીધી છે. ત્યારે હવે ભાજપ આ આક્ષેપોનો શું જવાબ આપે છે તે આવનારો સમય બતાવશે.
    Click here to Read More
    Previous Article
    TMCનો દીવો ઓલવાઈ રહ્યો છે, હાલ ફફડી રહ્યો છે:મોદીએ મહિલા અનામત પર કહ્યું- BJPની સરકારમાં દીકરીઓના સપના તૂટશે નહીં
    Next Article
    સુરેન્દ્રનગર RTO, ગોલ્ડન/સિલ્વર નંબર માટે રિ-ઓક્શન:રજીસ્ટ્રેશન 1 થી 3 મે, બિડિંગ 3 થી 5 મે સુધી ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment