Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTI માહિતી ન આપતા નિવૃત્ત અધિકારીને દંડ:ગુજરાત માહિતી આયોગે ₹10,000નો દંડ ફટકારી પેન્શનમાંથી વસૂલવા આદેશ કર્યો

    10 hours ago

    ગુજરાત માહિતી આયોગે RTI હેઠળ માહિતી આપવામાં બેદરકારી દાખવવા બદલ નવસારી મહાનગરપાલિકાના નિવૃત્ત વહીવટી અધિકારી અને પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ વિનોદભાઈ ડાભીને ₹10,000નો દંડ ફટકાર્યો છે. આયોગે મ્યુનિસિપલ કમિશનરને આ રકમ તેમના બાકી ભથ્થા કે પેન્શનમાંથી વસૂલવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. વિનોદ ડાભી જ્યારે ફરજ પર કાર્યરત હતા, ત્યારે તેમની પાસે 'નમૂના-ક' મુજબની કેટલીક મહત્વની માહિતી માંગવામાં આવી હતી. RTI કાયદાની જોગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં માહિતી આપવી ફરજિયાત હોવા છતાં, તેમણે તેમાં બેદરકારી દાખવી હતી. સમયસર વિગતો ન મળતા અરજદારે ગાંધીનગર સ્થિત ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરી હતી. માહિતી આયોગે આ મામલે સુનાવણી હાથ ધરી, જેમાં અધિકારીની સ્પષ્ટ બેદરકારી સામે આવી. આથી આયોગે માહિતી અધિકાર અધિનિયમની કલમ 20(1) હેઠળ શિક્ષાત્મક પગલાં ભરી ₹10,000નો દંડ નક્કી કર્યો છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે નિવૃત્તિ પછી પણ અધિકારીઓ તેમની ફરજ દરમિયાનની ભૂલોની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. માહિતી આયોગે નવસારી મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરી છે કે જો નિવૃત્ત અધિકારી દંડની રકમ જાતે ભરપાઈ ન કરે, તો તેમના પેન્શન અથવા અન્ય બાકી લેણાંમાંથી આ રકમ કાપી લેવી. દંડની વસૂલાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવી અને આ સમગ્ર કાર્યવાહીનો અહેવાલ 15 મે, 2026 સુધીમાં આયોગ સમક્ષ રજૂ કરવો. નિવૃત્તિ પછી પણ જૂની બેદરકારી બદલ થયેલી આ આકરી કાર્યવાહીને પગલે નવસારી પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય નાગરિકોના માહિતી મેળવવાના અધિકારને ગંભીરતાથી ન લેનારા અધિકારીઓ માટે આ ચુકાદો એક ચેતવણીરૂપ છે.
    Click here to Read More
    Previous Article
    ભુજ તાલુકા પંચાયતની ચૂંટણીનું લાઇવ પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    પાટણ પાલિકામાં ભાજપને બહુમતી, પ્રમુખપદ OBC મહિલા માટે:સાત દાવેદાર વચ્ચે સ્પર્ધા, મે મહિનામાં પસંદગી શક્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment