Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પાલિકામાં ભાજપને બહુમતી, પ્રમુખપદ OBC મહિલા માટે:સાત દાવેદાર વચ્ચે સ્પર્ધા, મે મહિનામાં પસંદગી શક્ય

    8 hours ago

    પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો 28 એપ્રિલે જાહેર થયા હતા. જેમાં ભાજપના 24, કોંગ્રેસના 17 અને 3 અપક્ષો મળી કુલ 44 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટાયેલી પાંખ વર્ષ 2031 સુધી પાંચ વર્ષ માટે પાલિકાનો વહીવટ સંભાળશે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખનું પદ પછાત વર્ગ (ઓબીસી) મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. ભાજપને 24 સભ્યોની બહુમતી મળતા સત્તાના સૂત્રો સંભાળશે. ભાજપના કુલ 24 સભ્યોમાં 14 મહિલા અને 10 પુરુષ સભ્યોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે સત્તામાં મહિલાઓનું વર્ચસ્વ રહેશે. નગરપાલિકા અધિનિયમ મુજબ, પ્રમુખ પદ માટે ઉમેદવારની વર્તમાન જ્ઞાતિને ધ્યાનમાં લેવાય છે. આ મુજબ, ભાજપની 14 વિજેતા મહિલાઓ પૈકી 7 મહિલાઓ ઓબીસી જ્ઞાતિની છે. આ સાત દાવેદારોમાં વોર્ડ-1 માંથી ચંદ્રિકાબેન રાવળ, વોર્ડ-2 માંથી મનીષાબેન પ્રજાપતિ, વોર્ડ-3 માંથી વિજયાબેન બારોટ, વોર્ડ-4 માંથી પ્રિયંકાબેન દેસાઈ અને રેણુંકાબેન ઠાકોર, વોર્ડ-8 માંથી અમીષાબેન મોદી અને વોર્ડ-9 માંથી ભૂમિકાબેન મોદીનો સમાવેશ થાય છે. ભાજપના મોવડી મંડળ દ્વારા આ નામો પર વિચારણા ચાલી રહી છે. જો ભાજપ આખી પેનલ જીતી હોય તેવા વોર્ડને પ્રાધાન્ય આપવાનો માપદંડ અપનાવે, તો સમીકરણો બદલાઈ શકે છે. પાટણના 11 વોર્ડ પૈકી માત્ર વોર્ડ-2, 4 અને 6 માં જ ભાજપની આખી પેનલ વિજેતા બની છે. આ સ્થિતિમાં પ્રમુખ પદ માટેની પસંદગી માત્ર વોર્ડ-2 અને 4 ની ત્રણ ઓબીસી મહિલા સભ્યો સુધી સીમિત રહી શકે છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ માટે પણ પક્ષમાં આંતરિક મંથન તેજ બન્યું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ 44 વિજેતા ઉમેદવારોનું ગેઝેટ પ્રસિદ્ધ કર્યા બાદ પાટણ કલેક્ટર દ્વારા અધિસૂચના જારી કરવામાં આવશે. ત્યારબાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા બોલાવીને પક્ષના મેન્ડેટ મુજબ હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરાશે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આગામી 8 મે થી 12 મે દરમિયાન આ તમામ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    RTI માહિતી ન આપતા નિવૃત્ત અધિકારીને દંડ:ગુજરાત માહિતી આયોગે ₹10,000નો દંડ ફટકારી પેન્શનમાંથી વસૂલવા આદેશ કર્યો
    Next Article
    મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment