Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલની પોસ્ટ- મોદી વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા:ભાજપ અધ્યક્ષે કહ્યું- વિદેશી તાકાતો દેશમાં અસ્થિરતા ઇચ્છે છે, રાહુલનો ઉપયોગ થઈ રહ્યો છે

    7 hours ago

    રાહુલ ગાંધીએ સોમવારે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદી વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા અને તેમની જ મદદથી વડાપ્રધાન પદે ટકેલા છે. દરમિયાન, ભાજપ દેશભરમાં 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન ચલાવી રહી છે. આ જ કડીમાં ભાજપ અધ્યક્ષ નીતિન નબીને કોલકાતામાં રેલી યોજી. અહીં તેમણે કહ્યું કે વિદેશી શક્તિઓ દેશમાં અસ્થિરતા લાવવા માગે છે. આ માટે રાહુલ ગાંધીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પહેલાં રાહુલ ગાંધીની સંપૂર્ણ પોસ્ટ વાંચો નીતિન નબીન બોલ્યા- રાહુલ વિદેશી શક્તિઓની ટૂલકિટ કોલકાતામાં નીતિન નબીને કહ્યું કે રાહુલ ગાંધી એ તાકાતોની એક ટૂલકિટ છે, જેમણે નેપાળ અને અન્ય પાડોશી દેશોમાં અશાંતિ પેદા કરી. તેઓ એવી તાકાતોનું નેતૃત્વ કરી રહ્યા છે, જે સમગ્ર દેશમાં અરાજકતા લાવવા માગે છે. તેમની પાસે કોઈ વિઝન નથી. કોંગ્રેસના સંપૂર્ણપણે ખતમ થવા માટે તેઓ જ જવાબદાર હશે. બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ અહીં આવ્યા હતા અને તેમણે મમતા બેનર્જી સરકારના ભ્રષ્ટાચાર અને કુશાસન વિરુદ્ધ વાત કરી હતી. જો કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધ લીધો હોત, તો તેઓ ચૂંટણી પંચ પર પાયાવિહોણા આરોપો ન લગાવતા. જો તમને ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધો છે, તો કેરળ અને તમિલનાડુમાં સવાલો કેમ ઉઠાવતા નથી, જ્યાં તમે અથવા તમારા સહયોગીઓ જીત્યા છે. રાહુલ સહિત વિપક્ષ સતત 2 દિવસ એકજૂટ, મોક સંસદ અને રેલી યોજી 1 નવેમ્બર: દિલ્હીના રામલીલા મેદાનમાં SIR વિરુદ્ધ રેલી રામલીલા મેદાનમાં SIR વિરુદ્ધ યોજાયેલી રેલીમાં અનેક વિપક્ષી દળો સામેલ થયા. રાહુલ ગાંધીએ કહ્યું, 'જ્ઞાનેેશ કુમાર રાત્રે ઊંઘી શકતા નથી. તેઓ ડરી રહ્યા છે, તેમણે સૌથી મોટો અપરાધ કર્યો છે. દેશના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે.' તેમણે કહ્યું, 'ન તો મોદી, ન તો શાહ, તેઓ પણ ઊંઘી શકતા નથી. અમે દુશ્મની રાખનારા લોકો નથી. અમારે નફરત નહીં, પ્રેમ ફેલાવવો છે. આ વિરોધ કોઈ એક પક્ષ કે એક નેતાનો નથી. આ દેશનો વિરોધ છે. દેશનો અવાજ છે, બંધારણ બચાવવાનો અવાજ છે.' 31 ઓક્ટોબર: ખડગેના નિવાસસ્થાને વિપક્ષની સંસદ 3.23 કલાક ચાલી રાહુલ ગાંધીએ કહ્યું કે SIR દ્વારા 13.3 કરોડ એટલે કે 15 ટકા મતદારોનાં નામ હટાવી દેવામાં આવ્યાં. તેમાંથી ઘણાં લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તે ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 3 ટકા મતનું હતું. રાહુલ શનિવારે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચાલી રહેલી મોક પાર્લામેન્ટને સંબોધી રહ્યા હતા. આ સંસદ 3 કલાક 23 મિનિટ સુધી ચાલી. પૂર્વ સ્પીકર મીરા કુમારે અધ્યક્ષતા કરી.
    Click here to Read More
    Previous Article
    PM મોદી બોલ્યા- પડકારો છતાં ભારતની વૃદ્ધિ મજબૂત:કોવિડ હોય કે પશ્ચિમ એશિયા સંકટ, 140 કરોડ ભારતીયોએ દેશને સંકટમાંથી બહાર કાઢ્યો
    Next Article
    ગાંધીનગરને આવતીકાલે નવા મેયર મળશે:OBC ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ શક્યતા, સ્ટેન્ડિંગ પદ માટે પાટીદાર સમાજ અગ્રેસર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment