Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTIથી બોગસ દસ્તાવેજ અને લેટરપેડનો ભાંડો ફૂટ્યો:ટ્રસ્ટમાં હોદ્દેદાર ન હોવા છતાં DEO અને ચેરિટી કમિશનર કચેરીમાં ખોટા પુરાવા રજૂ કરનાર ત્રણની ધરપકડ

    7 hours ago

    સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કણસાડ ગામે સ્થાવર મિલકત પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજો ઊભા કરનાર મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી ગુરવિંદર સિંહ જસપાલ સિંહની ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રાંજલ કુમાર અશોક કુમાર, રિદ્ધિ નરેશ સોની અને નરેશ ટી. સોની વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીની માતાએ 2007માં કણસાડ ગામે આ મિલકત ખરીદી હતી અને 2022માં આરોપી પ્રાંજલ કુમારને 9 વર્ષના લીઝ એગ્રીમેન્ટ પર ભાડે આપી હતી. જોકે, ફરિયાદીને આ મિલકત વેચવાની હોવાથી ખાલી કરવા કહેતા આરોપીઓએ મિલકત વેચાણ રાખી હોવાનો ખોટો દાવો કરી ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. RTI દ્વારા ખુલ્યો બોગસ દસ્તાવેજ અને લેટરપેડનો ભાંડો નોટિસ આપવા છતાં મિલકત ખાલી ન થતા અને ત્યાં 'માસ્ટરમાઈન્ડ ઈંગ્લીશ સ્કૂલ' શરૂ કરી દેવાતા ફરિયાદીએ RTI એક્ટ હેઠળ સુરત DEO કચેરી અને ચેરિટી કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓએ અસલી 9 વર્ષના લીઝ એગ્રીમેન્ટમાં ચેડાં કરી 15 વર્ષનો બનાવટી કરાર તૈયાર કર્યો હતો અને તેને સરકારી કચેરીઓમાં રજૂ કર્યો હતો. આ ઉપરાંત, ત્રણેય આરોપીઓ ટ્રસ્ટમાં પ્રમુખ કે ટ્રસ્ટી ન હોવા છતાં ટ્રસ્ટના બનાવટી લેટરપેડનો દુરુપયોગ કરી સત્તાધિકૃત હોદ્દેદારોની મંજૂરી વિના શાળાની પરમિશન મેળવી લીધી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલ હવાલે કરાયા આ સમગ્ર મામલે ACP નીરવ ગોહિલે જણાવ્યું કે, ત્રણેય આરોપીએ એકબીજા સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીની મિલકત બાબતે ખોટા દસ્તાવેજો બનાવી તેને ખરા તરીકે સરકારી કચેરીમાં રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન એકત્રિત થયેલા નક્કર પુરાવાઓના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ વોરંટ ઇશ્યૂ કર્યું છે, જેથી હાલ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લાજપોર જેલમાં કેદ છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું- હું પડકારોને પડકારુ છું:મરી પડેલી વિચારસરણી સાથે જીવતા લોકો જીવન જીવી શકતા નથી, અશક્ય સામે પોતાને તૈયાર કરો
    Next Article
    SMCની રેઇડ બાદ ભાગતા ફરતા બે આરોપીઓને વરતેજ પોલીસે ઝડપ્યા:ઘોઘારોડના ચકચારી દારૂ પ્રકરણમાં ફરાર ઈકો કાર માલિક સહિત બે આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment