Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં RTI એક્ટિવિસ્ટ પર હુમલો:ભોગ બનનારના આક્ષેપ, 5 કરોડનું કૌભાંડ ઉજાગર કરતાં ધારાસભ્યના ઈશારે ભાજપના લોકોએ હુમલો કર્યો

    4 दिन पहले

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગત 18મી તારીખની રાત્રે સ્થાનિક RTI એક્ટિવિસ્ટ ડો.રાજેશ મહેતા પર 20થી 30 લોકોના ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. આ સમગ્ર મારામારીની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ભોગ બનનાર RTI એક્ટિવિસ્ટનો આક્ષેપ છે કે કરોડોનું કૌભાંડ બહાર લાવતા ધારાસભ્ય મહેશ કસવાળાના ઈશારે ભાજપના લોકોએ હુમલો કર્યો, જો કે ધારાસભ્ય મહેશ કસવાળાએ પોતાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું છે. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે મારા હુમલો : ભોગ બનનાર પીડિત RTI એક્ટિવિસ્ટ ડો. રાજેશ મહેતાના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની સોસાયટી સંબંધિત અંદાજે 5 કરોડના કૌભાંડ, ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે સરકારી તંત્રમાં ફરિયાદો કરી હતી. આ ફરિયાદોમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા દીવાલના દબાણનો પણ સમાવેશ થાય છે. આ કૌભાંડો અને અરજીઓની અદાવત રાખીને તેમના પર પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો હોવાનો તેમનો આક્ષેપ છે. 'મોબ લિંચિંગ' કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ: ભોગ બનનાર ડો. રાજેશ મહેતાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું, "હું એક RTI એક્ટિવિસ્ટ છું અને આજ દિન સુધી મારી પર સેટિંગ કરવાના કે પૈસા માંગવાના કોઈ આક્ષેપ નથી. ધારાસભ્યના ઘર પાસે નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપના કાર્યકરોનો ભોજન સમારંભ હતો. વારંવાર થતા હેરેસમેન્ટના પુરાવા રૂપે હું ત્યાં વાહનોના ફોટા પાડી રહ્યો હતો. તે સમયે ધારાસભ્યના ઈશારે 20થી 30 લોકોના ટોળાએ આવીને મારા પર હુમલો કર્યો, ગાળો દીધી અને મારો મોબાઈલ પણ છીનવી લીધો. આ મને જાનથી મારી નાખવાનું જ કાવતરું મોબ લિંચિંગ હતું, પણ હું બચી ગયો." આ હુમલામાં ડો.રાજેશ મહેતાને ચહેરા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા આ હુમલો ધારાસભ્ય મહેશ કસવાળાના નિવાસસ્થાન સામે જ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં હોમગાર્ડ કમાન્ડર અને ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણ સાવજ, રાજુ નાગરેચા, હેમાંગ ગઢિયા તેમજ મયુર રબારી, કિશન ગુહા સહિત નગરપાલિકાના કેટલાક સભ્યો દેખાતા હોવાનો દાવો ખુદ ભોગ બનનાર એક્ટિવિસ્ટે કર્યો છે. હજુ સુધી FIR ન નોંધાતા ઉઠ્યા સવાલો ડો.રાજેશ મહેતાએ આ મામલે મેડિકલ રિપોર્ટ અને CCTV ફૂટેજ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. જેમાં ધારાસભ્ય મહેશ કસવાળા અને તેમના સમર્થકો સામે કાવતરું ઘડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસે FIR નોંધી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. સાવરકુંડલા Dy.SP વિરલ ચંદને જણાવ્યું કે આ મામલે પોલીસને અરજી મળી છે. પોલીસ હાલ અરજીના આધારે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ ચલાવી રહી છે. ઘટના સાથે મારે કોઈ લેવાદેવા નથી : ધારાસભ્ય મહેશ કસવાળા હુમલાની આ ઘટનામાં ભોગ બનનાર RTI એક્ટિવિસ્ટ ડો.રાજેશ મહેતાએ હુમલા પાછળ ધારાસભ્ય મહેશ કસવાળા હોવાના સીધા આક્ષેપ કર્યા છે. સામે ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું," વ્યક્તિ મારી સામે ખોટા આક્ષેપ કરે જ છે, આ ઘટના સાથે મારે કોઈ લેવાદેવા નથી. તે ત્યાં નગરપાલિકાના સદસ્યના પત્નીના ફોટા પાડી રહ્યો હતો, કોઈની પત્નીના ફોટા ન પાડવા જોઈએ."
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદની 244 રનના ચેઝમાં સાતમી વિકેટ પડી ગઈ:આર્ચરે હેડ, અભિષેક અને ઇશાનને કર્યા આઉટ; બાઉન્ડરી પર કેપ્ટન કમિન્સનો જોરદાર કેચ પણ કર્યો
    Next Article
    Students abroad to study | વિદેશમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી | War | Gulf countries

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment