Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:RTEના 3700 ફોર્મ ભરાયા,17 એપ્રિલ છેલ્લો દિવસ

    9 hours ago

    શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાની યોજના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 3700 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. વાલીઓ 17 એપ્રિલ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જિલ્લામાં 353 ખાનગી શાળા આવેલી છે, જેમાં ધોરણ-1 માં 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ અનામત રાખવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 2539 બેઠકો પર પ્રવેશ અપાશે. ગત વર્ષે 2457 બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ મળ્યો હતો. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન ભરાયેલા ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાશે. જો કોઈ અરજીમાં વિગતો અધૂરી જણાશે, તો વાલીઓનો સંપર્ક કરીને તે પૂર્તતા કરાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ રાઉન્ડ જાહેર કરી બાળકોને શાળાઓ ફાળવવામાં આવશે. વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. હજુ 4 દિવસ બાકી હોવાથી અરજીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ભાસ્કર એક્સપ્લેનર વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ : 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા 1. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું? જવાબ : ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. 2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા? જવાબ : વાલીએ બાળકના રજુ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજુ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તેવા બીજા અનેક કિસ્સામાં પ્રવેશ રદ પણ થઇ શકે છે. 3. ભાડાનું મકાન હોય તો રહેઠાણનો પુરાવો કયો માન્ય રહેશે? જવાબ : આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- પૈકી કોઈ એક હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. 4. આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર રજુ કરવું પડે? જવાબ : આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણપત્ર દાખલો રજુ કરવાનો રહેશે. 5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો શું કરવું? જવાબ : તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે. 6. RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય? જવાબ : RTEના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ કન્ફર્મ કરાવવો ફરજિયાત છે, અન્યથા પ્રવેશ રદ થશે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. 7. RTE હેઠળ પ્રવેશ માટે વય મર્યાદા-આવક કેટલી હોવી જોઈએ જવાબ : ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે રૂ. 6 લાખની આવક મર્યાદા છે. 8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ? જવાબ : વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ 1 અથવા 2 શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. 9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે? જવાબ : ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. નેટવર્ક પ્રોબ્લેમના કારણે કોઇવાર SMS ન પણ મળે તેથી વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. 10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય? જવાબ : આપનું બાળક જો ધોરણ 1 માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે. 11. પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઇપણ પ્રકારની ફી ભરવી પડશે? જવાબ : પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. શાળાને ચુકવવાપાત્ર રકમ સરકાર શાળાને સીધી ચુકવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસ માટેની વસ્તુઓ ખરીદવા વિદ્યાર્થીદીઠ રૂ.3000 લેખે સહાય મળશે. 12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ? જવાબ : રહેઠાણથી 6 કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    પ્રજાજન પરેશાન:ભુજમાં કૃષ્ણાજી પુલ 4 વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન
    Next Article
    Ambedkar Jayanti 2026: Wishes, Greetings, Quotes, Messages, Statuses To Share On April 14

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment