Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE હેઠળ પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOની ચેતવણી:આવક ઓછી બતાવી બાળકને પ્રવેશ અપાવશે તો વાલી સામે ફોજદારી ગુનો દાખલ થશે, પ્રવેશ પણ રદ્દ કરાશે

    9 hours ago

    રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરમાં 14 હજાર કરતા વધુ બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને RTE હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે અમદાવાદ શહેરની 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. પરંતુ કેટલાક વાલીઓ પોતામાં બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે રજીસ્ટ્રેશન વખતે ખોટી વિગતો ભરતા હોય છે. આવક ઓછી બતાવી ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરીને પોતાના બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે. જો ખોટો આવકનો દાખલો બતાવી પ્રવેશ અપાવ્યો તો પ્રવેશ રદ્દ થશે જોકે, કેટલીક શાળાઓ ચાલુ સત્રમાં વાલીઓએ ખોટી વિગત આપી હોવાનું સામે આવતા તેમના બાળકનો RTE હેઠળ પ્રવેશ રદ કરવામાં આવતો હોય છે. જેના કારણે તે બેઠક પર 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના દીકરાઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. જેથી આ વર્ષે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને ચેતવણી આપી દીધી છે. જો આવક 6 લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો RTE હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલશે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ RTE ના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ લઈ શકે તે માટે RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલવાનું છે. 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓ છે અને 13 પ્રકારના અગ્રતાક્રમ પ્રમાણે વાલીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે વાલીઓને ચેતવણી આપતા રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1343 જેટલી શાળાઓમાં સ્વનિર્ભર શાળાઓના 14177 જેટલી સીટ પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ડિસેબલ વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. 6 લાખ સુધીની મર્યાદા હોવાથી આવકનો દાખલો અને ઈન્કમટેક્સ રિટર્નના પુરાવા હોવા પણ જરૂરી છે. તેમજ જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ RTEમાંથી તેમના બાળકનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે. અવારનવાર સ્પષ્ટતા કરવા છતાં વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવતા હોય છે. જો કોઈ વાલી ખોટી વિગત ભરશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વખત શાળા પસંદ કર્યા બાદ અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે:એશિયાનું સૌથી મોટું એરપોર્ટ; CM યોગીએ કહ્યું- આ યુપીના વિકાસનો રનવે
    Next Article
    1 Month On, Where US-Israel War On Iran Stands And What It Cost So Far

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment