Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટમાં RTEની 6062 સીટ માટે 22,714 ફોર્મ ભરાયા,એક બેઠક પર ચાર વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા, 4મેના પહેલો રાઉન્ડ

    2 days ago

    રાજ્યની ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ 25 ટકા અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા માટેનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો છે. ફોર્મ ભરવાની અંતિમ મુદત 23મી એપ્રિલના રોજ પૂર્ણ થતા જ આંકડાઓ સામે આવ્યા છે કે રાજ્યમાં ઉપલબ્ધ કુલ 84 હજાર બેઠકો માટે આશરે 2.50 લાખ જેટલા વાલીઓએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે. જયારે રાજકોટમાં RTEની 6062 સીટ માટે 22,714 ફોર્મ ભરાયા છે જેમાં એક બેઠક પર આશરે ચાર વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા થશે. એજ્યુકેશન હબ ગણાતા રાજકોટમાં પણ સ્થિતિ રસાકસીભરી છે. રાજકોટ જિલ્લાની 6,062 બેઠકો માટે કુલ 22,714 ફોર્મ ભરાયા છે. એટલે કે, સરેરાશ એક બેઠક મેળવવા માટે 4 વિદ્યાર્થીઓ મેદાનમાં છે. આ આંકડા દર્શાવે છે કે મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓમાં ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, તમામ ફોર્મની ચકાસણી અને સુધારા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 મેના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. આ દિવસે કયા વિદ્યાર્થીને કઈ શાળા ફાળવવામાં આવી છે તેની વિગતો ઓનલાઇન જાહેર કરાશે અને વાલીઓને SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. રાજકોટમાં RTEમાં કેટલ ફોર્મ ભરાયા, કેટલા મંજુર થયા અરજી નામંજૂર થઈ હોય તો સુધારાની તક મળશે જો કોઈ વાલીની અરજી ટેકનિકલ કારણોસર કે અપૂરતા દસ્તાવેજોને લીધે નામંજૂર થશે, તો તેમને સુધારાની તક આપવામાં આવશે. ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા 27મી એપ્રિલથી 29મી એપ્રિલ સુધી તક મળશે. તેના માટે વાલીઓ ઓનલાઇન પોર્ટલ પર જઈને જરુરી સુધારા કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા, ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર, ગુજરાતમાં પારો 43ને પાર, સાત શહેરો અગનભઠ્ઠી બન્યાંં
    Next Article
    આપણા એક મતની કિંમત રૂ.1.52 લાખ:5 વર્ષમાં શહેરના વિકાસ માટે વપરાતા રૂ.15000 કરોડના વહિવટનો ફેંસલો 9.85 લાખ મતદાર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment