Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપણા એક મતની કિંમત રૂ.1.52 લાખ:5 વર્ષમાં શહેરના વિકાસ માટે વપરાતા રૂ.15000 કરોડના વહિવટનો ફેંસલો 9.85 લાખ મતદાર કરશે

    2 days ago

    રાજકોટ મનપાની ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક ઉમેદવાર મતદારો પાસે કિંમતી મત માંગી રહ્યા છે. પણ, રાજકોટના મતદારોનો કિંમતી મત ખરેખર કેટલી કિંમત ધરાવે છે? આ કિંમત એક અલગ જ દ્રષ્ટિકોણથી દિવ્ય ભાસ્કરે નક્કી કરી છે. રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ અંદાજે 3000 કરોડ રૂપિયા છે, જે પાંચ વર્ષના ગાળામાં 15000 કરોડ પર પહોંચે છે. આ માતબર રકમને શહેરના 9,85,952 નોંધાયેલા મતદારો સાથે સરખાવતા, દરેક નાગરિકના એક વોટની આર્થિક કિંમત અંદાજે 1,52,137 રૂપિયા થાય છે. એટલે કે, તમારો એક વોટ માત્ર કાગળ પરનું નિશાન નથી, પણ શહેરના 1.50 લાખ રૂપિયાથી વધુના વહીવટ પર તમારી મહોર છે. રાજકોટની રસ્તા, પાણી, ડ્રેનેજ અને લાઈટ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. પાંચ વર્ષના કાર્યકાળમાં ચૂંટાયેલી પાંખ પાસે 15000 કરોડ રૂપિયા ખર્ચવાની સત્તા હોય છે. જો તમે મતદાન કરવા નથી જતા, તો તેનો અર્થ એ છે કે તમે આટલી મોટી રકમના આયોજનમાં અભિપ્રાય આપવાની તક ગુમાવી રહ્યા છો. ડેટા એનાલિસિસ દર્શાવે છે કે જો 100% મતદાન થાય, તો વહીવટમાં પારદર્શિતા અનેકગણી વધી શકે છે. ક્વોલિટી ઓફ લાઈફ સુધારો જ્યારે મતદાર પોતાની ‘વોટ વેલ્યુ’ સમજે છે, ત્યારે તે ઉમેદવારની પસંદગીમાં વધુ ગંભીર બને છે. ₹1.52 લાખનું મેનેજમેન્ટ સોંપતી વખતે આપણે જેટલી કાળજી રાખીએ એટલી જ કાળજી મતદાન વખતે રાખવી જોઈએ. આ અભિગમથી શહેરમાં ‘ક્વોલિટી ઓફ લાઈફ’ સુધરશે અને સત્તાધીશો પણ વધુ જવાબદાર બનશે. વોટ માત્ર અધિકાર જ નહિ તમારો ‘શેર’ છે તમારો વોટ એ માત્ર અધિકાર નથી, શહેરના વિકાસમાં તમારો ‘શેર’ (Share) છે. ચૂંટણીના દિવસે રજા ન માણો, પણ તમારા હિસ્સાના ₹1.50 લાખના વહીવટદારની પસંદગી કરવા નીકળો. જાગૃત મતદાર જ સક્ષમ શહેરનું નિર્માણ કરી શકે છે. રાજકોટ મનપાનું એક વર્ષનું બજેટ 3000 કરોડનું હોય છે, મતદાર 5 વર્ષ માટે કોર્પોરેટરને ચૂંટે છે, આથી 5 વર્ષના 15000 કરોડના વિકાસના કામ કરવાના હોય છે, શહેરમાં કુલ 9,85,952 મતદાર છે, આથી એક મત દોઢ લાખથી વધુની કિંમતનો છે, માટે જ દરેક મતદારે સમજી વિચારીને જ્ઞાતિ-જાતિના વાડાથી દૂર રહીને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઈએ
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટમાં RTEની 6062 સીટ માટે 22,714 ફોર્મ ભરાયા,એક બેઠક પર ચાર વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા, 4મેના પહેલો રાઉન્ડ
    Next Article
    પ્રી સ્કૂલ એસોસિએશનની અનોખી પહેલ:10120 બાળકોએ ડ્રોઇંગ બનાવી વાલીઓને મતદાનની અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment