Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:RTE માટે 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા : એક-બે નહીં, મહત્તમ શાળા પસંદ કરશો તો પ્રવેશની સંભાવના વધી જશે

    12 hours ago

    બાળકને સારી ખાનગી શાળામાં ભણાવવાનું દરેક વાલીનું સપનું હોય છે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) અંતર્ગત આ સપનું સાકાર થઈ રહ્યું છે, પરંતુ ફોર્મ ભરતી વખતે નાનકડી ભૂલ બાળકના પ્રવેશમાં અવરોધ બની શકે છે. દિવ્ય ભાસ્કરે વાલીઓને મૂંઝવતા મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરી તેના સચોટ ઉકેલ રજૂ કર્યા છે, જેથી તમારું બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. મોટાભાગના વાલીઓ માત્ર 1 કે 2 જાણીતી શાળાઓ જ પસંદ કરે છે. જો ત્યાં સીટો ભરાઈ જાય, તો પ્રવેશ મળવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. નિષ્ણાતોની સલાહ છે કે, તમારા ઘરથી 6 કિમીના દાયરામાં આવતી મહત્તમ શાળાઓ પસંદ કરો. શાળાનું નામ અને સરનામું ચકાસીને જ પસંદગીક્રમ આપો, જેથી અંતરના કારણે ફોર્મ રિજેક્ટ ન થાય. ઉકેલ : જાણો પ્રવેશ રદ ન થાય તે માટે ફોર્મ ભરવાથી લઈને સ્કૂલ પસંદગી સુધીની મહત્ત્વની બાબતો Q.1. ફોર્મ ભર્યા બાદ ભૂલ હોય તો શું કરવું? A. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. Q.2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા? A. વાલીએ બાળકના રજૂ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજૂ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તો પ્રવેશ રદ પણ થઇ શકે છે. Q.3. ભાડાના મકાનમાં કયો પુરાવો માન્ય રહેશે? A. આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- જો આ મુજબના આધાર પૈકી કોઈ એક હોય તો, રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. Q.4. આંગણવાડીના બાળકે ક્યું પ્રમાણપત્ર આપવું? A. આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. Q.5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો? A. તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે DEO/DPEOની કચેરીમાં રૂબરૂ વાંધા અરજી આપવાની રહેશે. Q.6. પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય? A. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. Q.7. વય મર્યાદા અને આવક કેટલી હોવી જોઈએ. A. ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી બંને માટે રૂ.6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. Q.8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ? A. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. Q.9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે? A. દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. Q.10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય? A. આપનું બાળક જો ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. Q.11. પ્રવેશ મળ્યા બાદ કોઇપણ ફી ભરવી પડશે? A. પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ માટે વિદ્યાર્થીદીઠ રૂ.3000 મળશે. Q.12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ? A. કોઇ મહત્તમ સીમા નથી. 6 કિમી સુધીમાં આવેલી શાળાઓ પૈકી ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:ભાજપના નેતાપુત્રોએ ટિકિટ માગતા કાર્યકર્તાઓમાં પરિવારવાદનો મુદ્દો ચગ્યો, એક મહિલા IASના ટૂંકાગાળામાં ત્રણ- ત્રણ ઓર્ડર થયા
    Next Article
    શું આસામમાં ચાના બગીચાના કામદારો ભાજપનો ખેલ બગાડશે?:10 વર્ષમાં દૈનિક વેતનમાં ₹130નો વધારો, ST દરજ્જો ન મળ્યો, 45 બેઠકો જોખમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment