Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:ભાજપના નેતાપુત્રોએ ટિકિટ માગતા કાર્યકર્તાઓમાં પરિવારવાદનો મુદ્દો ચગ્યો, એક મહિલા IASના ટૂંકાગાળામાં ત્રણ- ત્રણ ઓર્ડર થયા

    14 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક વોર્ડમાંથી 50થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે આંતરિક વિરોધ ચોક્કસ બહાર આવી શકે છે. કેટલાક વોર્ડમાં દાવેદારી નોંધાવનારા લોકોના વિરુદ્ધની વાતો પણ વહેતી કરવામાં આવી છે. અમદાવાદમાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપવાથી લઈને પરિવારવાદ ન ચલાવવાની માંગ કાર્યકર્તાઓમાં ઉઠી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના પુત્ર અને તેમના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેનું લોબીંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં એક જ માંગ અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પરિવારવાદ ન હોવાની વાત કરે છે. પરંતુ ભાજપમાં જ નેતાઓ પોતાના પુત્રો અને સગા સંબંધીને ટિકિટ અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી શકે છે. ભાજપ કાર્યકર્તાઓ ટિકિટના લોબિંગ માટે કાર્યાલયના બદલે પ્રમુખના બંગલે પહોંચ્યા! અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં 192 બેઠક માટે દાવેદારી કરનારા દાવેદારો અને સાંભળવામાં આવ્યા હતા. 2300થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી બે દિવસમાં નોંધાવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખના બંગલે પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉમેદવારી માટે અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી હતી. શહેર પ્રમુખના બંગલે બીજા દિવસે સવારે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચી ગયા હતા બંગલે પ્રમુખને ટિકિટ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને ખાનપુર કાર્યાલય ખાતે મળવાની જગ્યાએ બંગલા ઉપર મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી ગયા હતા. ઓવૈસીની સભા સમયે ભાજપના ખાનપુર કાર્યાલયમાં શાંત માહોલ દેખાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચારની શરૂઆત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં AIMIM પાર્ટી દ્વારા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની બહાર જ જાહેરમાં સભા કરીને ભાજપ વિરુદ્ધ સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને ભાજપના નેતાઓ વિશે બોલવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયની બહાર જ યોજાયેલી સભાને લઈ ભાજપ કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. કાર્યાલયમાં એક પણ ભાજપના નેતા ચૂંટણી હોવા છતાં સાંજે 07:00 વાગ્યા બાદ કોઈપણ ખાસ મોટા નેતા કે કાર્યકર્તા કાર્યાલય પર જોવા મળ્યા નહોતા. ચૂંટણી હોય ત્યારે અમદાવાદ જેવા સૌથી મોટા શહેરના ભાજપના કાર્યાલય ઉપર ઓવેસીની સભાના કારણે ખાલીખમ જોવા મળ્યું હતું ભાજપમાં ‘મૌન’નો આદેશ! ઉમેદવાર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મીડિયાથી દૂર રાખાયા સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે પાર્ટીમાં એક અલગ જ ‘મૌન રાજકારણ’ જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવાનું ઉપરથી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીને ભય છે કે કોઈ નેતા બોલતાં બોલતાં વિવાદ ઊભો ન કરી દે, તેથી માત્ર નિર્ધારિત પ્રવક્તાઓને જ બોલવાની છૂટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રશ્ન કંઈ પણ પૂછવામાં આવે, પરંતુ જવાબ હંમેશા પાર્ટી લાઇન મુજબ જ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળવાની વાત ફેલાતા રાજકોટ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સમયે દરેક શહેર જિલ્લામાં કોને ટિકિટ મળશે કોની કપાશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાં નવા સંગઠનની જાહેરાતથી અનેક જુના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર સંભળાયા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગરમાં ઉમેદવારોની પસંદગીને લઇ પણ નારાજગી જોવા મળી રહી છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસમાંથી આવેલા એક યુવા નેતાને ભાજપે ગત ટર્મમાં ટિકિટ તો આપી હતી પરંતુ હવે તેમને રિપીટ કરવાની વાતો થતા નારાજગી જોવા મળી રહી છે. સાથે તેઓ વિસ્તારના સ્થાનિક ન હોવા, મનપાના ભ્રષ્ટ TPOમાં ભાગીદાર હોવા અને આયાતી ઉમેદવાર હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. ભાજપના જ વિસ્તારના કાર્યકર્તા અને આગેવાનો પણ આ વાતથી નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે કોંગ્રેસમાંથી આવેલા અને પહેલી જ ટર્મમાં વિવાદમાં સપડાયેલ આ યુવા નેતાને ટિકિટ મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. પ્રિલિમ, મેઈન્સ અને નેગેટિવ માર્કીંગ વગર ક્લાસ-2ની પરીક્ષા લેવાતા આશ્ચર્ય સુરત મહાનગરપાલિકા (SMC)ની 2018ની Class-2 ભરતીની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવેલ જે પરીક્ષા ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 2 કલાકનું 100 માર્ક્સનું પેપર ઉમેદવારો માત્ર 1 કલાકમાં જ પૂરૂં કર્યું હતું, સૌથી મોટો મુદ્દો એ છે કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહોતું અને કોઈ ઇન્ટરવ્યૂ નથી. જેના કારણે ઉમેદવારોમાં “આટલી સરળ પરીક્ષા Class-2 માટે કેવી રીતે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારની Class-3 ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી કઠિન પ્રક્રિયા હોય છે, ત્યારે SMCની આ સીધી અને સરળ સિસ્ટમ ચર્ચાનો વિષય બની ગઈ છે, સાથે જ સુરતની ભરતી માટે પરીક્ષા સેન્ટર અમદાવાદ રાખવામાં આવવું પણ હવે ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે. IAS હિતેષ કોયાએ વયનિવૃત્તિ પહેલા જ નોકરી છોડી,કારણ શું, એક સિનિયર IASનું ટોર્ચર ? 2008ની બેચના પ્રમોટી IAS અધિકારી હીતેશ કે કોયાએ પોતાની વયનિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા સચિવાલયમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું છે તે જાહેર કરાયુ નથી. પરંતુ નિવૃત્તિના આઠ મહિના પહેલાં સરકારી નોકરીમાંથી દૂર થયા એ વાસ્તવિકતા છે. મૂળ જામનગરના વતની એવા આ પ્રમોટી IAS નવેમ્બર 2026માં નિવૃત્ત થવાના હતા. તેમણે છેલ્લે ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ચર્ચા એવી છે કે, સચિવાલયમાં જ ફરજ બજવતા એક માથાભારે અને માથાફરેલા IAS અધિકારી કોયા પર માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. આ અંગે કોયાએ પોતાના કેટલાક નજીકના માણસો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આ ટોર્ચરમાંથી છૂટવા માટે તેમણે નોકરી જ છોડી દીધી છે.હવે આ માથાફરેલા અધિકારી કોણ છે તેની કાનાફૂસી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પર વોચ રાખવા માટે પ્રથમવાર એક IAS અધિકારીની નિયુક્તિ ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે પરંતુ કેબિનેટના અન્ય કોઇ મંત્રીની કચેરીમાં IAS મુકાતા નથી. પરંતુ આ વખતે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે 2014ની બેચના IAS અધિકારી આશિષ કુમારની નિયુક્તિ કરાઈ છે. તેમની પાસે હાલ ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટરનો એડિશનલ ચાર્જ યથાવત રહેશે. આ પહેલાં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં IASની નિયુક્તિ થઇ નહોતી.જ્યારે રુપાણી સરકારમાં હોમ મિનિસ્ટર રહેલા પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં પણ કોઈ IAS અધિકારી નહોતા. ભુતકાળમાં ક્યારેય આવી નિયુક્તિ થઈ નથી. મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની આશિષ કુમાર બી.ટેક થયેલા છે.ચર્ચા એવી છે કે, ગૃહમંત્રીની કાર્યપધ્ધતિ પર વોચ રાખવા માટે કેન્દ્રની સૂચનાથી તેમને અહીં મુકાયા છે. મહિલા IASને દિલ્હી મોકલવાના હોવા છતા ત્રણ ત્રણ ઓર્ડર થયા સરકારી તંત્રમાં કેટલીયે વાર લોલંલોલ ચાલતુ હોવાનુ બહાર આવતુ હોય છે. ગત અઠવાડીયે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર IAS મહિલા અધિકારી આરતી કંવરનો દિલ્હી ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર થયો છે. સરકારને ખબર જ હતી કે, તેમની અરજી પેન્ડીંગ છે અને ગમે ત્યારે દિલ્હી મોકલવા પડશે. આમછત્તા સરકારે તેમને જૂદી જૂદી જવાબદારી સોંપી હતી.સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડી મોડી થતા કોર્પોરેશનોમાં વહીવટદોરની નિમણૂકો કરાઈ હતી. જેમાં કંવરને જામનગરમાં મુકાયા હતા. ત્યારબાદ તુરંત જ એટલે કે આ ઓર્ડરના બીજા દિવસે સરકારે તેમને એક જીલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી સોંપી દીધી હતી. આ બન્ને ઓર્ડર થયા બાદ દિલ્હીથી તેડુ આવતા ફરીથી સરકારે ત્રીજો ઓર્ડર કરીને તેમને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે.જો કે, આરતી કંવરની થોડા સમય પહેલા જ જીએસટી કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ હતી. બ્યુરોક્રેટ્સમાં આરતી કંવરના ગણતરીના દિવસોમાં જ ત્રણ ત્રણ ઓર્ડર થયા તેની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છત્તા સરકારે કલેક્ટરો-ડીડીઓની બદલીઓ ના જ કરી વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે એ નક્કી હતુ. સરકારને આ બાબતની જાણકારી પણ હતી જ.આમછત્તા કલેકટરો અને ડીડીઓની બદલીઓના ઓર્ડર કર્યા નહોતા. છેલ્લા એક મહિનાથી સચિવાલયમાં ચર્ચા હતી કે, વિધાનસભાનુ બજેટ સત્ર પૂરુ થયા બાદ અને ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા જ સામૂહિક બદલીઓના ઓર્ડર થશે. કેટલાક કલેક્ટરોએ તો મહત્વના કામો કરવાનુ પણ છોડી દીધુ હતુ. નવા પ્રોજેક્ટ કે કામગીરી શરુ કરી નહોતી. બેથી અઢી વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા કલેક્ટરો-ડીડીઓ પોતાની બદલીની રાહ જોતા હતા પણ ચૂંટણી જાહેર થયા છત્તા બદલી થઈ નથી.હવે ફરીથી દોઢ મહીનો જેટલી રાહ જોવી પડશે. જો કે, ચૂંટણી પંચ અમુક કલેક્ટર કે ડીડીઓની બદલી કરે તો નવાઈ નથી. સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરાતા ભાજપના દાવેદારો નારાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નિરીક્ષકો શહેર અને જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક જગ્યા પર મોકલવામાં આવેલા નિરીક્ષકોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, આવા નેતાઓ કોઈપણ પ્રકારની સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરી રહ્યા છે. ખૂબ જ વિવાદ આસપાસ ગણાતા એવા વોર્ડની સેન્સ લેવા આવેલા નિરીક્ષકોમાં રોષ જોવા મળતા આગામી દિવસોમાં આ વોર્ડમાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને તેમની વ્યથા ચોક્કસથી બહાર આવે તેવી ચર્ચા છે. ભાજપની સોશિયલ મીડિયા પર નબળી કામગીરીની કેન્દ્રીય નેતાઓએ નોંધ લીધી ગુજરાત ભાજપના સંગઠનમાં પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા ઉપર સક્રિય ન હોવા અંગેની નોંધ કેન્દ્રીય નેતાઓએ પણ લીધી છે. ભાજપનું સોશિયલ મીડિયા નબળું છે ત્યારે ભાજપ મીડિયામાં વિભાગમાં શહેર અને જિલ્લામાં નેતાઓની નિમણૂક કરવામાં આવી છે જે નિષ્ક્રિય કામગીરી કરી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી પણ હવે મીડિયા સુધી પહોંચાડવામાં ભાજપના જ નેતાઓને રસ ન હોય એવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ માત્ર શહેર અને જિલ્લાઓમાં મીડિયા વિભાગમાં નામો જાહેર કરી દીધા છે. પરંતુ કોઈ પણ પ્રકારની સક્રિયતા જોવા મળી રહી નથી જેને લઈને ચર્ચા જાગી છે કે માત્ર હોદ્દાઓ મેળવવામાં રસ છે. મીડિયામાં માહિતી આપ લે કરવામાં મીડિયા વિભાગના હોદ્દેદારો નેતાઓ નિષ્ફળ ગયા છે. અમદાવાદ પશ્ચિમના એક વોર્ડમાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નડી શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ કરવામાં આવી છે તેની વચ્ચે અનામત રોટેશનમાં કેટલીક જગ્યાએ અનુસૂચિત જાતિ અને ઓબીસી ઉમેદવાર નક્કી કરવાના છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપનો આંતરિક વિખવાદ ખૂબ જ સપાટી ઉપર આવી ગયો છે. વોર્ડ પ્રમુખ દ્વારા જેની સામે છેતરપિંડીનો કેસ થયો છે એવા એક વ્યક્તિને બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં થઈ રહી છે. ભાજપના આંતરિક વિખવાદો ખૂબ જ સપાટી ઉપર છે અનુસૂચિત જાતિના એક મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી તેમાં ફોટો એડિટિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે ત્યારે આ વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ કોંગ્રેસને ખૂબ જ ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. પરંતુ કેટલાક વોર્ડમાં ભાજપના નેતાઓની યોગ્ય કામગીરી ન હોવાના કારણે થઈને ભાજપ આ બેઠકો જીતી શકે તેમ નથી. શહેરના વિસ્તારમાં એક વોર્ડ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ જે વિસ્તારમાં ભાજપના મતદારો છે એવા જ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક એવી ચર્ચા જાગી રહી છે કે જ્યાં ખરેખર કોંગ્રેસના મતદારો છે તેવા વિસ્તારમાં ભાજપનું કાર્યાલય હોવું જોઈએ એના કારણે થઈને લોકો ભાજપની સાથે જોડાઈ શકે. પરંતુ ભાજપના નેતાઓએ કાર્યાલય પોશ વિસ્તારમાં ખોલ્યું છે. જેના કારણે થઈને જે કોંગ્રેસના મતવિસ્તારના ઉમેદવારો છે તે ભાજપ સાથે જોડાઈ શકશે નહીં અને ભાજપને તેમાં કોઈ ફાયદો થઈ શકે તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું; સ્થાનિકોએ કહ્યું, પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું
    Next Article
    મંડે પોઝિટીવ:RTE માટે 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા : એક-બે નહીં, મહત્તમ શાળા પસંદ કરશો તો પ્રવેશની સંભાવના વધી જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment