Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં ગ્રામજનોની જીવદયા:અજાણ્યા વાહનની અડફેટે ઘવાયેલા શ્વાનની મદદે આવ્યા જીવદયા પ્રેમીઓ

    12 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે એક માદા શ્વાન છેલ્લા દસ દિવસથી ઘાયલ અવસ્થામાં પીડાઈ રહ્યું હતું. ગામના સેવાભાવી જીવદયા પ્રેમી કાર્યકરોએ તેને પોતાની ગાડીમાં પાટણ લઈ જઈ સારવાર કરાવી હતી. હાલ શ્વાનની સારસંભાળ દિનેશભાઈ ઠાકોરના ઘરે કરવામાં આવી રહી છે, જેને ગ્રામજનોએ બિરદાવી છે.ચંદ્રુમાણા ગામના પીપળાવાસમાં રહેતી આ માદા શ્વાન કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આજુબાજુના વિમળાબેન નીતિનભાઈ વ્યાસ અને લીલાબેન વસંતભાઈ રાવળ સહિત અન્ય બહેનોએ તેની કાળજી લીધી હતી. યુવાન પાર્થ મહિપતભાઈ વ્યાસે એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શ્વાન સાજુ થયું નહોતું. બુધવારે ગામના દિનેશભાઈ ઠાકોર અને રામાજી ઠાકોર ઈકો ગાડીમાં શ્વાનને અડિયા લઈ ગયા હતા અને ત્યાં ઈન્જેક્શન અપાવ્યા હતા. જોકે, તેનાથી કોઈ ફરક ન પડતાં તેમણે પાટણના જીવદયાપ્રેમી કાર્યકર હિરેનભાઇ (બંટીભાઈ) શાહનો સંપર્ક કર્યો હતો. પાટણ ખાતે પશુ ચિકિત્સક દ્વારા સ્પ્રે લગાવી ચાર ઈન્જેક્શન આપવામાં આવતાં શ્વાનની પીડા ઓછી થઈ હતી.સારવાર બાદ શ્વાનને સતત પાણી પીવડાવવાની જરૂર હોવાથી દિનેશભાઈ ઠાકોર તેને પોતાના ઘરે લઈ ગયા હતા અને તેની સારસંભાળ શરૂ કરી હતી. રામાજી ઠાકોરે જણાવ્યું હતું કે એનિમલ હેલ્પલાઈનમાં બે વખત ફોન કરવા છતાં તેમને કોઈ સેવા મળી નહોતી. દિનેશભાઈ ઠાકોર અગાઉ પણ મોર અને અન્ય જીવોને સારવાર માટે ખસેડી ચૂક્યા છે. તેમના નિવાસસ્થાને એક છાપરું બનાવેલું છે, જ્યાં તેઓ આવા અસહાય જીવોની સેવાચાકરી કરે છે, તેમ રામાજી ઠાકોરે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત IAS અધિકારીની રાજ્યપાલના સચિવ તરીકે નિમણૂંક:એમ.કે. દવેની કરાર આધારિત નિયુક્ત કરાઈ, નિયમિત અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાર્જ સંભાળશે
    Next Article
    દાંતીવાડાના આકોલીમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ:ગ્રામજનોને સુલભ અને બહેતર આરોગ્ય સેવાઓ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment