Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમારા બાળકનો RTE હેઠળ પ્રવેશ લેવો હોય તો જાણો:રાજકોટ મહાપાલિકા દ્વારા એક માત્ર દીકરી ધરાવતા વાલીઓને માટે પ્રમાણપત્ર અપાશે, 4થી 17 એપ્રિલ સુધી ચાલશે પ્રક્રિયા, જાણો વધુ

    1 day ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક સત્ર 2025 ના પ્રથમ ધોરણના પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દીકરી હોય, તેઓને પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે. આ અગ્રતાનો લાભ લેવા માટે જરૂરી "સિંગલ ગર્લ ચાઇલ્ડ" પ્રમાણપત્ર રાજકોટ મહાપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવશે. જે દીકરીઓનો જન્મ 1 જૂન 2018થી 30-મે 2019 દરમિયાન થયો હોય તેમના વાલીઓ તારીખ 04/04/2026 થી 17/04/2026 સુધી રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીનાં સિવિક સેન્ટર પરથી કામકાજના દિવસોમાં સવારે 10.30 થી સાંજે 6.00 કલાક દરમિયાન આ પ્રમાણપત્ર મેળવી શકશે. આ પ્રમાણપત્ર મેળવવા માટે વાલીઓએ મનપાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી સાથે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઉપરાંત, નિયત નમૂના મુજબ રૂ. 50 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ્ડ સોગંદનામું પણ જોડવાનું રહેશે. આવતીકાલથી સમર શેડ્યુલ અમલી બનશે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે દરરોજ 14 ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો હોવા છતાં કોઇ આંતરરાષ્ટ્રીય ફલાઇટ હજુ શરુ થઇ નથી. ત્યાં ડોમેસ્ટીક ફલાઇટ માટે સમર શિડ્યૂલ લાગુ થયું છે. જેને લઈને દરરોજ 14 ફલાઇટો ઉડાન ભરશે. હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતીકાલથી લાગુ થતું સમર શિડ્યુલ ડીસેમ્બર સુધી અમલમાં રહેશે. સમર શિડ્યુલમાં ફલાઇટની સાથોસાથ એકાદ-બેના સમયમાં પણ ફેરફાર છે. મુંબઇ સાથેની એર કનેકટીવીટીમાં વધારો થયો છે. જેમાં નસવાર-સાંજની નવી મુંબઇ માટે એક-એક ફલાઇટ શરુ થશે. મુંબઇની અન્ય 3 ફલાઇટ યથાવત છે. દિલ્હીની ચાર તથા બેંગ્લોર-હૈદ્રાબાદની એક-એક ફલાઇટ છે. પુનાની અઠવાડિયામાં ફલાઇટ ઉડાન ભરશે. ગોવાની વિમાની સેવા અટકાવી દેવામાં આવી છે. આ સિવાય આંતર જિલ્લા હવાઇ સેવા અંતર્ગત સુરતની ફલાઇટ ઉડાન ભરશે. હૈદ્રાબાદની ફલાઇટનો સમય બદલાયો છે. હવે બપોરને બદલે રાત્રે આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ કાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર ઉડાન માટેનું ઉદ્ઘાટન કરશે. ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય ફલાઇટ વિશે કોઇ સંકેત આપે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજકોટમાં માર્ચ એન્ડિંગને લઈ રજાના દિવસોમાં પણ દસ્તાવેજ કરી શકાશે, સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે રાજકોટની તમામ 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજે ચોથા શનિવારની રજા હોવા છતાં માર્ચ એન્ડિંગના ધસારાને પહોંચી વળવા માટે કાર્યરત રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મિલકત દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે રજાના દિવસોમાં પણ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે આગામી 31 માર્ચના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મજયંતીની જાહેર રજા હોવા છતાં શહેરની તમામ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકત રજીસ્ટ્રેશનની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. સાથે અરજદારોની સુવિધા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્લોટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સળંગ ચાલુ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ દરમિયાન અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે અને વધુમાં વધુ કામગીરી પૂર્ણ થઈ શકે તે હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 31 માર્ચ, સોમવારના રોજ કચેરીઓ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ધમધમતી રહેશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારો પર ચર્ચા
    Next Article
    સોલાર પ્લાન્ટમાં ગંભીર બેદરકારીના કારણે સગીરનો જીવ ગયો:વીજલાઈન હોવા છતા નીચે બાંધકામ ચાલતું હતું, ડાયરેક્ટરે કહ્યું- પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment