Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE એડમિશનની તારીખ લંબાવાઈ, 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે:આંગણવાડીના બાળકો પ્રાયોરીટીમાં પાછળ ધકેલાયા; રાજકોટમાં ત્રણ ગણા ફોર્મ ભરાયા

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટૂ એજ્યુકેશનનો કાયદો છે. 2026-27માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ, 2026ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવી હતી. પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી તા. 23 એપ્રિલ, 2026, ગુરુવાર સુધી વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ વખતે RTE એડમિશનમાં રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં RTE ની 6062 સીટ સામે 20,333 ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા સામે ત્રણ ગણાથી વધુ ફોર્મ ભરાયા છે. જેથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી અને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે. વાલી કૃણાલ રાઠોડ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14 માં ધારાસભ્ય રમેશ ટીલાળાનું કાર્યાલય આવેલું છે ત્યાં RTEનું ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. હું લક્ષ્મીવાડી વિસ્તારમાંથી આવું છું. હું પ્રાઇવેટ જોબ કરું છું. મેં ધોળકિયા, સરસ્વતી અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. સરકારી યોજનાનો ફાયદો થાય છે પરંતુ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશનમાં કોઈ વખત વારો આવે તો આવે બાકી ન પણ આવે. મારે બાળક છે તેના RTE માં એડમિશન માટે અહીં ઓનલાઇન ફોર્મ ભરવા માટે આવ્યો છું. જ્યારે અન્ય વાલી ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું કોઠારીયા નાકા વિસ્તારમાં રહું છું. હું RTE નું ફોર્મ ભરવા અહીં ધારાસભ્યની ઓફિસે આવ્યો છું. અહીં ખુબ સરસ રીતે અને ઝડપથી ઓનલાઇન ફોર્મ ભરી દેવામાં આવ્યું. મેં મારા દીકરાના RTE માં એડમિશન માટે શુભમ, જી. ટી. શેઠ અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. મારા બાળકોને નર્સરી પંચનાથ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં કરાવ્યું હતું અને હવે ધોરણ 1 માં RTE હેઠળ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બાળકને અભ્યાસ કરાવવા માગું છું. ધારાસભ્ય રમેશ ટીલાળાની ઓફિસમાં કાર્યલય સંભાળતા અભિષેક વાડોદરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની RTE ની જે યોજના છે તે અંતર્ગત વાલીઓને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે. અહીં અત્યારસુધીમાં 60 થી વધુ વાલીઓને આ ફોર્મ વિનામૂલ્યે ભરી આપ્યા છે. આજે 17 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાલીઓનો ધસારો વધુ છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશપાત્ર 4043 સીટ છે. જેની સામે 17 એપ્રિલના બપોર સુધીમાં 12051 એપ્લિકેશન આવી ચૂકી હતી. જેમાંથી 8951 અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે 654 અરજી રિજેક્ટ તો 1916 અરજી અલગ અલગ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 530 અરજીઓ પેન્ડિંગ છે. આ ઉપરાંત જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં 2019 સીટ સામે 8282 અરજીઓ આવી છે. 17 એપ્રિલના રાત્રે 12:00 વાગ્યા સુધી વાલીઓ પોતાના બાળકના આરટીઇમાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના ઉપસચિવ અમિત સંગાડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે,રાશનકાર્ડ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખી શકાશે નહીં. જેથી RTE હેઠળ એડમિશન વખતે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય ગણવામાં આવ્યું નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ધોરણ 1 માં RTE માં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવી નથી. ગત વર્ષે પ્રયોરીટી કેટેગરીમાં આંગણવાડીના બાળકો 9 માં ક્રમે હતા. જે હવે પાછળ ધકેલાઈને 12 માં ક્રમે આવી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    Flowers, fear, and ‘apolitical’ claims: Inside the LSR campus protest
    Next Article
    આસારામ આશ્રમ ભોંયભેગો થશે:ગિરનારમાં જૈન સંપ્રદાયના દબાણનો આક્ષેપ, પ્રચાર કરવા નીકળેલા મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ખોટકાયું, ભાજપના કાર્યકર્તાઓએ વ્હોટ્સએપ પર ઠાલવ્યો બળાપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment