Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ:2137 વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ, 1848 વાલીઓએ પ્રવેશ નકાર્યો

    5 days ago

    વલસાડ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના ત્રણેય તબક્કા પૂર્ણ થઈ ગયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) બી. ડી. બારીયાએ જણાવ્યું કે, રાજ્ય કક્ષાએથી વલસાડ જિલ્લાના કુલ 2,137 વિદ્યાર્થીઓને શાળા ફાળવવામાં આવી છે. જોકે, 1,848 વાલીઓએ ફાળવેલી શાળાઓમાં પ્રવેશ લેવાનો ઇનકાર કર્યો છે. RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વલસાડ જિલ્લાના વાલીઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ વર્ષે કુલ 4,116 ઓનલાઈન અરજીઓ મળી હતી. તેમાંથી યોગ્ય લાયકાત ધરાવતા બાળકોને ત્રણ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે RTE પ્રવેશ માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળે છે, ત્યારે 1,848 વિદ્યાર્થીઓના વાલીઓએ ફાળવેલી શાળાઓમાં પ્રવેશ નકાર્યો તે આશ્ચર્યજનક છે. વાલીઓએ જણાવ્યું કે ફાળવેલી શાળાઓ તેમની પસંદગીના ધોરણો મુજબની નથી અથવા ઘરથી દૂર છે. આ વાલીઓએ હવે તેમના બાળકોને ઘરની નજીકની અન્ય ખાનગી કે સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવાનું નક્કી કર્યું છે. DPEO બી. ડી. બારીયાએ વધુમાં જણાવ્યું કે, પ્રથમ તબક્કા દરમિયાન કેટલીક શાળાઓમાં વેકેશનના કારણે આચાર્ય કે ટ્રસ્ટીઓની ગેરહાજરીથી વાલીઓને મુશ્કેલી પડી હતી. આ અંગે ફરિયાદો મળતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ તાત્કાલિક કાર્યવાહી કરી ખાસ ટીમો શાળાઓમાં મોકલી હતી. આ ટીમોએ સ્થળ પર જ વાલીઓની પ્રવેશ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરાવી હતી. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં શાળાઓએ વાલીઓની વાર્ષિક આવક મર્યાદા નિયમ કરતાં વધુ હોવાનો આક્ષેપ કર્યો છે. શાળાઓ આ અંગે તપાસ કરી રહી છે. શાળાઓનો તપાસ અહેવાલ જિલ્લા શિક્ષણ કચેરીમાં જમા થયા બાદ, કચેરી દ્વારા વાલીઓ અને શાળાના ટ્રસ્ટીઓ/આચાર્ય બંને પક્ષોને રૂબરૂ બોલાવી સુનાવણી (હિયરિંગ) કરવામાં આવશે. બંને પક્ષોની રજૂઆતો અને પુરાવા તપાસ્યા બાદ કચેરી આખરી નિર્ણય લેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના મેયર, ડેપ્યુટી મેયરનું સન્માન:સમસ્ત બ્રાહ્મણ સમાજે સાલ અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા
    Next Article
    SOGની રેડમાં નશાકારક દવાઓ મળી:નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો, 91 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment