Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE હેઠળ ધોરણ-1 પ્રવેશ પ્રક્રિયા શરૂ:બનાસકાંઠામાં 4 એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે, હેલ્પલાઇન કાર્યરત

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE (મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009) હેઠળ ધોરણ-1 માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ યોજના અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ, 2026 થી શરૂ થશે. ભારત સરકારના ‘મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009’ ની કલમ 12(1)સી હેઠળ આ પ્રવેશ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો પ્રવેશ માટે પાત્ર છે. વાલીઓએ આગામી 4 એપ્રિલ, 2026 થી 17 એપ્રિલ, 2026 દરમિયાન સત્તાવાર વેબસાઇટ www.rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પુરાવા અને અન્ય ટેકનિકલ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થવા માટે જિલ્લા કક્ષાએ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 'નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, કૈલાશ મંદિર પાસે, બેચરપુરા' ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કોઈપણ માહિતી કે સહાય માટે વાલીઓ કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા હેલ્પલાઇન નંબર 02742-253189 પર ફોન કરી શકે છે. વધુમાં, નોડલ અધિકારી ડૉ. એસ. ડી. જોષી (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠા-પાલનપુર) નો પણ સંપર્ક કરી શકાશે. જિલ્લા શિક્ષણ સમિતિએ પાત્રતા ધરાવતા વધુમાં વધુ બાળકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકો પાસેથી પૈસા લઈને બીજે રોકાણ કર્યું:સોલા અને થલતેજમાં કરોડોની કિંમતની જમીનો આપવાનું કહી પામ ગ્લોરીના બિલ્ડર ભાઈઓએ પૈસા પડાવી લીધા, 20થી 25 લોકો છેતરાયા
    Next Article
    રાજ્યમાં હવે રૂ.300માં વારસાની જમીનની વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment