Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ:ખાનગી શાળાઓમાં ધોરણ 1 માટે 3108 અરજીઓ

    2 days ago

    વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 3,108 વાલીઓએ ઓનલાઈન અરજી કરી છે, જે બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે હેતુથી આ નિયમ અમલમાં મુકાયો છે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર દ્વારા સીધી શાળાઓને ચૂકવવામાં આવશે, જેનાથી વાલીઓને મોંઘી ફીના બોજમાંથી મોટી રાહત મળશે. માત્ર ફી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અન્ય શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે પણ સરકાર સજ્જ છે. વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને નોટબુક જેવી પાયાની જરૂરિયાતો માટે સરકાર દ્વારા તબક્કાવાર આર્થિક સહાય આપવામાં આવશે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 3,108 અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી બાદ મેરિટ અને નિયમોને આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શાળાઓની ફાળવણી પારદર્શક પદ્ધતિથી ઓનલાઈન ડ્રો દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો સીધો લાભ જિલ્લાના છેવાડાના બાળકો સુધી પહોંચાડવા શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.
    Click here to Read More
    Previous Article
    યુપીનું બાંદા એશિયામાં સૌથી ગરમ શહેર, પારો 45.4°C પહોંચ્યો:ઓડિશા-છત્તીસગઢમાં ઘણી શાળાઓ બંધ; MP-છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાં 4 દિવસ હીટવેવનું એલર્ટ
    Next Article
    ખારાઘોડા રણમાં 15 લાખ ટન મીઠું અટવાયું:ડીઝલની અછતથી પરિવહન અને સંગ્રહમાં મુશ્કેલી, વેપારીઓ કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment