Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયડમાં RSSનો સંઘ શિક્ષા વર્ગ શરૂ:ઉત્તર ગુજરાતના 8 જિલ્લાના 141 શિક્ષાર્થીઓ જોડાયા

    4 days ago

    બાયડ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી કુલ 141 શિક્ષાર્થીઓ અને 20 શિક્ષકો સહભાગી થયા છે. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા અને 'પંચ પરિવર્તન' જેવા પાયાના વિષયો પર પણ તાલીમ અપાશે. વર્ગ દરમિયાન અખિલ ભારતીય અધિકારી રવિજી જોશી, અનંતજી, પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલ, સહ પ્રાંત પ્રચારક કુણાલભાઈ રૂપપરા તથા પ્રાંતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને માર્ગદર્શન પૂરું પાડશે. આ વર્ગનો ઉદ્ઘાટન સમારોહ ભિલોડા (અરવલ્લી)ના ટોરડા ધામના મહંત સિદ્ધેશ્વરદાસજી મહારાજના આશીર્વચન સાથે યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી ભીખાભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલ અને ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના આશીર્વાદનમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, "મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે." તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, ગોપાલાનંદ સ્વામી અને નંદ રાજા જેવા મહાપુરુષોના ઉદાહરણો આપી રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત થવાની પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે સંઘમાં સૌ નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે અને અહીં સાદગી, શિસ્ત તથા આત્મીયતાના દર્શન થાય છે.
    Click here to Read More
    Previous Article
    કાલથી 12 જિલ્લામાં હીટવેવનો ખતરો:ભાજપને મત નહીં આપનારને પાણી નહીં મળે, નેતાજીની વોટ્સએપ ચેટ વાઇરલ, ગુજરાતમાં બંગાળ થીમ પર મોદીનું સ્વાગત થશે
    Next Article
    હળવદમાં ઠાકોર સમાજ-કોંગ્રેસનો વિરોધ:ભાજપ પ્રદેશ અધ્યક્ષની ટિપ્પણી સામે માફીની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment