Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં ઠાકોર સમાજ-કોંગ્રેસનો વિરોધ:ભાજપ પ્રદેશ અધ્યક્ષની ટિપ્પણી સામે માફીની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

    4 days ago

    હળવદ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીનો વિરોધ હળવદમાં પણ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજ અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન યોજીને વિશ્વકર્માની માફીની માંગ કરી હતી. જો માફી નહીં માંગવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે ભાજપ સરકાર અને પ્રદેશ પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પણ આ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ 'જગદીશ વિશ્વકર્મા હાય-હાય' સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે આગેવાનોએ જણાવ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે, જ્યારે બીજી બાજુ તેમના નેતાઓ જાહેરમાં નારીનું અપમાન કરી રહ્યા છે. વિશ્વકર્માની ટિપ્પણી અત્યંત અપમાનજનક હોવાથી તેમણે ગેનીબેનની માફી માંગવી જોઈએ. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે. હળવદમાં ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે કુલ ૧૧ જેટલા પ્રદર્શનકારીઓને ડિટેઇન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાયડમાં RSSનો સંઘ શિક્ષા વર્ગ શરૂ:ઉત્તર ગુજરાતના 8 જિલ્લાના 141 શિક્ષાર્થીઓ જોડાયા
    Next Article
    સેદ્રાણામાં ઇનોવા કારમાંથી 7.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:SMCના દરોડામાં બે ઝડપાયા; રાજસ્થાનથી અમદાવાદ જતી કારમાંથી 17.96 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment