Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS કાર્યાલયથી તમામ મંત્રીઓને તેડું:મણિનગરમાં 5 કલાક ચિંતન-મંથન, PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી પર પણ ચર્ચા

    22 hours ago

    ગુજરાત સરકારના તમામ મંત્રીઓને આવતીકાલે મણિનગર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલય ખાતે યોજાનારી ઉચ્ચ સ્તરીય સમન્વય બેઠક માટે તેડું મોકલવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાનારી આ 5 કલાકની વિસ્તૃત બેઠકમાં સરકાર અને સંઘ વચ્ચેના સંગઠનાત્મક તાલમેલ ઉપરાંત રાજ્યની પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને વહીવટી પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચિંતન-મંથન હાથ ધરવામાં આવશે. રાજ્યની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર થશે ઊંડાણપૂર્વક ચર્ચા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં ખાસ કરીને આર્થિક સમૂહ સાથે ગહન વિચાર-વિમર્શ યોજવામાં આવશે. રાજ્યની વર્તમાન આર્થિક અને સામાજિક સ્થિતિ, સરકારી યોજનાઓની જમીની સ્તર પર પ્રગતિ તેમજ આગામી સમયના પ્રાથમિક પ્રોજેક્ટ્સ અંગે તમામ વિભાગોના મંત્રીઓ સાથે સીધો સંવાદ થશે. વિવિધ ક્ષેત્રોમાં લોકહિતના કાર્યોને વધુ ગતિ આપવા અને જનસંપર્ક મજબૂત કરવાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીના રોડમેપ પર વિચાર-વિમર્શ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની ઉજવણી અંગે પણ વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપલક્ષ્યમાં આગામી સમયમાં સમગ્ર રાજ્યભરમાં યોજાનારા વિશેષ લોકકાર્યક્રમો, વિકાસ ઉત્સવો અને સંગઠનાત્મક ગતિવિધિઓની રૂપરેખા તૈયાર કરવા અંગે પદાધિકારીઓ વચ્ચે વિચાર-વિનિમય કરવામાં આવશે. સરકાર અને સંગઠન વચ્ચે સુમેળ સાધવા બેઠક મહત્વપૂર્ણ રાજ્યની બદલાતી સામાજિક અને રાજકીય સ્થિતિ વચ્ચે સરકારના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની સંઘના હોદ્દેદારો સાથેની આ સંયુક્ત બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાસન વ્યવસ્થા અને સંગઠન વચ્ચે વધુ સુચારુ સંકલન સાધવાના હેતુથી યોજાઈ રહેલી આ બેઠક પર હાલ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    બીજા શ્રાવણીયા સોમવારે સાબરકાંઠાના શિવ મંદિરોમાં અદભૂત સજાવટ:રાજેન્દ્રનગરના સોમનાથ મહાદેવને 51 કિલો ચોખા, બીલીપત્રો અને વિવિધ ફૂલોની પાંદડીઓનોથ શણગાર
    Next Article
    ભાજપ દ્વારા પ્રફુલભાઈ પટેલના કાર્યકાળની ઉજવણી:જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોના આયોજન માટે બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment