Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરથી જમ્મુ કાશ્મીર માટે મેડિકલ સહાય રવાના:RSS અને સેવાભારતી દ્વારા 28 ઓક્ટોબરથી 135 કેમ્પ યોજાશે; દાતાઓ, ફાર્મા ક્ષેત્રનો મોટો સહયોગ

    11 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં આયોજિત થનારા વિશેષ મેડિકલ કેમ્પો માટે સુરેન્દ્રનગરથી રૂ. 3 લાખની કિંમતની જરૂરી દવાઓનો જથ્થો આજે રવાના કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન (NMO) અને સેવાભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આગામી 28 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં કુલ 135 મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ તબીબી સહાય મોકલવામાં આવી છે. સ્થાનિક દાતાઓ અને ફાર્મા એજન્સીઓનો સહયોગ આ માનવસેવા કાર્યમાં RSS પ્રેરિત 'ગુજરાત કલ્યાણ પરિષદ - સુરેન્દ્રનગર' દ્વારા સ્થાનિક દાતાઓના સહયોગથી કુલ 75 કેમ્પ માટે જરૂરી દવાઓ એકત્રિત કરવામાં આવી હતી. આ જથ્થામાં અંદાજે 3 લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતી વિવિધ જીવનરક્ષક અને જરૂરી દવાનો સમાવેશ થાય છે. આ આયોજનને સફળ બનાવવા માટે નેમી ફાર્માના ઉમંગભાઈ કોઠારી અને કેયુરભાઈ કોઠારી, ઓલકેર ફાર્માના ડો. ધ્વની મહેતા, ક્વીક ફાર્માના ડો. સુનીલ પટેલ તેમજ બાયોસર્ચ ફાર્માના દીપેશ જાની તરફથી વિશેષ આર્થિક અને સાધન સામગ્રીનો સહયોગ સાંપડ્યો હતો. સ્વયંસેવકો દ્વારા પેકિંગ અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દવાઓના યોગ્ય પેકિંગ, વર્ગીકરણ અને સમયસર રવાનગીની સમગ્ર સુવિધા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. જમ્મુ-કાશ્મીરના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને મફત તબીબી સારવાર મળી રહે તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય સ્થાનિક સ્તરે અનેક લોકો અને સામાજિક અગ્રણીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    એસ્સાર પોર્ટ્સે તુણા-ટેકરા પ્રોજેક્ટ માટે દીનદયાલ પોર્ટ-ઓથોરિટી પાસેથી LOA મેળવ્યો:કંડલા ખાતે ₹2,000 કરોડના ખર્ચે 18.33 MTPA મલ્ટીપર્પઝ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બંધન સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, અમદાવાદના ઘોડાસરમાં દરરોજ અલગ થીમ સાથે ઉત્સવ, ગરબા અને નાસ્તાની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment