Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંપત રાયના રાજીનામાની સ્ક્રિપ્ટ હરિદ્વારમાં લખાઈ:RSSએ ઠપકો આપ્યો, 25 જૂનની રાત્રે કહેલું- પદ છોડી દો; રામ મંદિર ટ્રસ્ટની શાખ બચાવવાનો પ્રયાસ

    12 घंटे पहले

    શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ દબાણ હેઠળ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેની સ્ક્રિપ્ટ 8 દિવસ પહેલા હરિદ્વારમાં લખાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદની 18 અને 19 જૂને હરિદ્વારમાં બેઠક મળી હતી. જેમાં અયોધ્યાથી ચંપત રાય અને ગોપાલ રાવ સામેલ થયા હતા. સૂત્રો જણાવે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ બંને પાસેથી રામ મંદિરના ચઢાવાની ચોરી વિશે માહિતી લીધી. ચઢાવાના હિસાબ-કિતાબમાં ગેરરીતિને લઈને બંનેને ઠપકો આપ્યો હતો. બેઠક પછી ચંપત રાય પર દબાણ વધવા લાગ્યું. સંઘના મોટા પદાધિકારીઓએ તેમનાથી અંતર રાખવાનું શરૂ કર્યું. 19 જૂને સીએમ યોગી અયોધ્યાના પ્રવાસે ગયા હતા. તે સમયે ચંપત રાયને સીએમના કાર્યક્રમોથી દૂર રાખવામાં આવ્યા હતા. સતત બદનામી અને વધતા દબાણને જોઈને ચંપત રાય અને અનિલ મિશ્રાએ આખરે શુક્રવારે પોતાનું રાજીનામું ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને સુપરત કર્યું. આખી રાત ચંપત રાય પાસે RSS અને VHP નેતાઓના ફોન આવ્યા 7 જૂને રામ મંદિરમાં ચઢાવો ચોરીનો મામલો સામે આવ્યો હતો. તેના 18 દિવસ પછી ટ્રસ્ટના 8 લોકો સામે FIR થઈ. તેમાં ટ્રસ્ટના મોટા ચહેરાઓના નામ નહોતા. આ બાબતે સોશિયલ મીડિયા પર ટીકા થવા લાગી. વિરોધ પક્ષોના લોકો નિવેદનબાજી કરવા લાગ્યા કે મોટા માથાઓને બચાવી લેવામાં આવ્યા. ચંપત રાય પાસે RSS અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના નેતાઓના ફોન ગુરુવારે આખી રાત આવતા રહ્યા. કેટલાક નેતાઓએ તેમને રાજીનામું આપીને મામલો શાંત કરવાની સલાહ આપી. આ પછી ચંપત રાયે શુક્રવારે સવારે પૂજા-પાઠ કર્યા. પછી મણિ રામદાસજીની છાવણી પહોંચ્યા. ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાને પણ બોલાવ્યા. સવારે લગભગ 11 વાગ્યે બંનેએ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સોંપી દીધું. રાજીનામાના 5 મોટા કારણો જાણો… 1. શરૂઆતની તપાસમાં ભૂમિકા પર સવાલ ચઢાવા ચોરીની તપાસ માટે બનેલી SITની શરૂઆતની તપાસમાં દાન, ચઢાવા અને મેનમેજમેન્ટ સાથે જોડાયેલા મામલાઓમાં ગોટાળાઓના સંકેત મળ્યા. ચંપત રાય પણ શંકાના દાયરામાં છે. 2. FIR અને ધરપકડોથી વધ્યું દબાણ SITના રિપોર્ટના આધારે પોલીસે 8 નામજોગ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી અને તેમને પકડીને જેલમાં મોકલ્યા. આનાથી આખો મામલો ગંભીર બન્યો. 3. પૂર્વ ડ્રાઈવરનું નામ સામે આવતા મુશ્કેલીઓ વધી FIRમાં ચંપત રાયના પૂર્વ ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને તેના ભત્રીજા મનીષનું નામ પણ સામેલ છે. આરોપ છે કે ટિન્નુએ મંદિર સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે મળીને દાનમાંથી હેરાફેરી કરી, જેનાથી મામલો વધુ સંવેદનશીલ બન્યો. 4. તપાસ પર સવાલ ન ઉઠે, તેથી રાજીનામું ટ્રસ્ટનું માનવું હતું કે જો સિનિયર પદાધિકારીઓ પોતાના પદ પર યથાવત રહે છે તો તપાસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠી શકે છે. આ જ કારણે તેમણે તપાસ એજન્સીઓને સ્વતંત્ર રીતે કામ કરવાની તક આપવા માટે પદ છોડી દીધું. 5. રામ મંદિર ટ્રસ્ટની શાખ બચાવવાનો પ્રયાસ રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટ નહોતું ઈચ્છતું કે તપાસ દરમિયાન સંસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે, તેથી પદ છોડવું યોગ્ય સમજ્યું. સંતોની માંગ- રામાલય ટ્રસ્ટ અને નિર્માણ સમિતિના ખર્ચની પણ તપાસ થાય હરિદ્વારમાં યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ની બેઠકમાં સાધુ-સંતોએ કહ્યું હતું કે માત્ર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જ નહીં, પરંતુ બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના રામાલય ટ્રસ્ટ અને રામ મંદિર મામલે નિર્ણય આવે તે પહેલાં મંદિર નિર્માણની ગતિવિધિઓ ચલાવવા માટે ગઠિત શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમિતિના પણ ખાતાઓ અને ખર્ચની તપાસ થવી જોઈએ. તેથી, અયોધ્યામાં બેઠક ટાળવી પડી દાનમાંથી ચોરી પર સાધુ-સંતોમાં આક્રોશ અને સ્થિતિ બગડતી જોઈને વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય પ્રબંધ સમિતિની 26 જૂનથી અયોધ્યામાં યોજાનારી 4 દિવસીય બેઠક મુલતવી રાખવામાં આવી. આ બેઠક કારસેવક પુરમમાં યોજાવાની હતી. તેમાં 44 પ્રાંતોના તમામ સભ્યોને સામેલ થવાનું હતું. કાગભુશુંડિ અને ચાંદીની ઈંટો પર ટ્રસ્ટે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો છેલ્લા બે-ત્રણ દિવસથી કાગભુશુંડિની પ્રતિમા અને ચાંદીની ઈંટો ગાયબ થવાની વાત સામે આવી. 24 જૂને અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું- હવે દાનમાં અપાયેલા ‘કાગભુશુંડિ’ના ગાયબ થઈ જવાની નિંદનીય ખબર આવી છે. જે રીતે દરરોજ ‘ચઢાવો-ફાળો-દાન’ ચોરીનો નવો ભાંડો ફૂટી રહ્યો છે, તે જોઈને નેપાળ અને બાકીની સરહદો બંધ કરી દેવી જોઈએ, જેથી આરોપીઓ ફરાર ન થઈ શકે. શુક્રવારે રાજ્યસભા સાંસદ સંજય રાઉતે 'X' પર પૂછ્યું- રામ મંદિર માટે ઉદ્ધવ દ્વારા દાન કરાયેલી 4 કિલો ચાંદી ક્યાં ગઈ? હવે જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. આ પછી ટ્રસ્ટ દ્વારા ફોટો જાહેર કરીને દાવો કરવામાં આવ્યો કે કાગભુશુંડી કારસેવકપુરમમાં રાખવામાં આવી છે. ચાંદીની ઈંટો બેંક લોકરમાં સુરક્ષિત છે. વિહિપના અધ્યક્ષ બોલ્યા- ટ્રસ્ટને ભંગ કરવાની જરૂર નથી વિશ્વ હિન્દુ પરિષદને હવે ડર સતાવી રહ્યો છે કે સરકાર રામ મંદિર પર પોતાનો અંકુશ લઈ શકે છે. વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું- હાલમાં મને નથી લાગતું કે રામ મંદિર ટ્રસ્ટને ભંગ કરવાની કે નવી સમિતિ બનાવવાની જરૂર છે, કારણ કે આરોપો ફક્ત કેટલાક વ્યક્તિઓ પર છે, આખા ટ્રસ્ટ પર નહીં. આલોક કુમારે કહ્યું- આ સમગ્ર મામલામાં સૌથી જરૂરી મંદિરની વ્યવસ્થામાં સુધારો કરવો છે. બધી પ્રક્રિયાઓમાં આધુનિક ટેકનોલોજી, ઉપકરણો અને દેખરેખ વ્યવસ્થા અપનાવવી જોઈએ, જેથી ભગવાન રામની સંપત્તિ સુરક્ષિત રહે, શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ મળે અને મંદિરનું સંચાલન સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય. SIT તપાસ અને FIR પર ઉઠી રહેલા સવાલોના જવાબમાં આલોક કુમારે કહ્યું- મેં FIR જોઈ છે, જેમાં સમગ્ર મામલાની વ્યાપક તપાસનો ઉલ્લેખ છે. આઠ નામજદ આરોપીઓ સાથે "અન્ય" પણ લખવામાં આવ્યું છે, જેનાથી સ્પષ્ટ છે કે તપાસ કોઈ એક વ્યક્તિ સુધી સીમિત રહેશે નહીં. તેમણે કહ્યું, જે-જે લોકો પર આરોપ છે, તે બધાની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'આઈટેલ પાવર 451' ફીચર ફોન લોન્ચ:55 દિવસનો સ્ટેન્ડબાય બેટરી ટાઈમ, AI ENC ટેકનોલોજીથી સજ્જ; કિંમત માત્ર ₹1,699
    Next Article
    કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખું મકાન જમીનદોસ્ત, 6 લોકો ઇજાગ્રસ્ત, મકાનના ભુક્કા બોલાઈ ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment