Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભાજપનો ઈરાદો મહિલા સશક્તિકરણનો નહીં, ભ્રમ ફેલાવવાનો છે’:RSSમાં 100 વર્ષમાં કોઈ મહિલા સરસંઘચાલક નથી બની, ભાજપે પણ ક્યારેય મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ આપ્યું નથીઃ વાસનિક

    10 hours ago

    મહિલા અનામત બિલને લઈને દેશના રાજકારણમાં ગરમાવો તેજ બન્યો છે. ભાજપ જ્યારે કોંગ્રેસને આ મામલે જવાબદાર ઠેરવી રહી છે, ત્યારે કોંગ્રેસે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વળતા આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે સંસદમાં રજૂ થયેલું બિલ મહિલાઓના હિતમાં નહીં પરંતુ લોકોમાં ભ્રમ ફેલાવવા માટે છે. RSS અને ભાજપમાં મહિલાઓનું સ્થાન ક્યાં?: મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપની નીતિને મહિલા વિરોધી ગણાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, RSSને સ્થપાયાને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ આટલા સમયમાં ક્યારેય કોઈ મહિલાને 'સરસંઘચાલક' બનાવવામાં આવી નથી. તેવી જ રીતે, ભાજપ પણ અનેક દાયકાઓથી સક્રિય છે, છતાં ક્યારેય કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું નથી. આના પરથી તેમનો મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. ‘ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડ્યું’ મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાં જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓને તાત્કાલિક અનામત આપવા માટે નથી. ભાજપ માત્ર તોડી-મરોડીને વાતો રજૂ કરી રહી છે. તેમણે હાથરસ કાંડ, મણિપુર હિંસા અને મહિલા પહેલવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે’ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ મહિલાઓને સશક્ત કરવામાં ક્યારેય વિશ્વાસ રાખતી નથી અને આ બિલ માત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. વાસનિકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપના આ 'ખોટા ઈરાદા' સમજી ગઈ છે અને સમય આવ્યે સત્ય સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં PSI પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ:મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો; ગૂગલ પરથી જવાબ શોધતો હતો
    Next Article
    7.4-Magnitude Earthquake Hits Northern Japan, Tsunami Warning Issued

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment