Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના 'રિચી રીચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરની હેવાનિયત:રોડ ક્રોસ કરવા મુદ્દે ઝઘડો કરી યુવકનો કાન કરડી ખાધો, રોડ પર તમાશાનો વીડિયો વાઈરલ

    2 days ago

    ગાંધીનગરના કલોલના સનાવડ ગામની સીમમાં કાંતમ પાર્ટી પ્લોટ પાસે નવરાત્રઇના ગરબાના આયોજન દરમિયાન યુવક પર હિંચકારા હુમલાની ઘટના બની.અમદાવાદના સોલા ખાતે રહેતા અને સ્ટોક માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા 24 વર્ષીય તનીષ હરેશકુમાર પટેલે અમદાવાદના બોપલ સ્થિત જાણીતા 'રિચી રીચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીનો મારમારી સમયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તો બીજી તરફ ઘાયલ થયેલા તનીષને સારવાર માટે ખસેડાયો છે. ગરબા પૂર્ણ થયા બાદ રોડ ક્રોસ કરતી સમયે માથાકૂટ સર્જાઈ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,તનીષ પટેલ ગત 16 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે સનાવડ ગામે આયોજિત 'ફોક રાસ' ગરબામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે ગરબા રમવા માટે ગયો હતો. દરમિયાન ગરબા પૂર્ણ થયા બાદ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તનીષ પટેલ ચાલતા ચાલતા પાર્ટી પ્લોટના મુખ્ય ગેટ બહાર આવ્યો હતો.તે સમયે ગેટની આગળથી એક કાળા રંગની નંબર પ્લેટ વગરની ગાડી યુ-ટર્ન લઈ રહી હોય જેથી તેણે રોડ ક્રોસ કરવા માટે હાથથી ઇશારો કરીને ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. જોકે ગાડી રોકવાને બદલે ચાલકે ગાડી તનીષ પટેલની પાસે લાવીને ઊભી રાખી હતી. આ ગાડીમાં ડ્રાઇવરની બાજુની સાઇડ પર બેઠેલા અમદાવાદના બોપલ ખાતે આવેલા 'રિચી રીચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જર ગાડીમાંથી નીચે ઉતર્યો હતો અને તારે શું છે તેમ કહી તનીષ પટેલ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. આરોપી ભાવિક ગજ્જરે પોતાની પાસે રહેલા લોખંડના પંચથી હુમલો કર્યો તનીષ પટેલે પોતે રોડ ક્રોસ કરવા માટે ઇશારો કર્યો હોવાનું જણાવતા જ ભાવિક ગજ્જરે ઉશ્કેરાઈને ધક્કો મારી પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી લોખંડનો પંચ કાઢીને જાનથી મારી નાખવાના ઇરાદે તનીષ પટેલ પર હુમલો કર્યો હતો. આરોપી ભાવિક ગજ્જરે તેને ડાબી આંખની નીચે ગાલ પર લોખંડનો પંચ મારી દેતા લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ બીજો પંચ નાક પર માર્યો હતો અને ચહેરાના ભાગે ફેંટો મારીને બરડાના ભાગે બેથી ત્રણ જગ્યાએ દાંત વડે બચકાં ભરી લીધા હતા. આટલું જ નહીં આરોપીએ તનીષ પટેલની ગરદન દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરીને જમણા કાનની બૂટ પર જોરથી બચકું ભરી લેતા કાનની બૂટ કપાઈ ગઈ હતી. આ જોઈને આજુબાજુથી તનીષના મિત્રો સિદ બ્રહ્મભટ્ટ, સ્પર્શ પટેલ અને નિર્મય શાહ દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને તનીષ પટેલને વધુ મારમાંથી બચાવ્યો હતા. એ વખતે પણ મિત્રોએ આરોપીને વારવાનો પ્રયત્ન કરતા જ બોપલના રિચી રીચ પાન પાર્લરનો માલિક ભાવિક ગજ્જર કાળા રંગની મર્સીડીઝ ગાડીમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તનીષ પટેલને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા તનીષ પટેલને તેમની મિત્ર રાધવી ભટ્ટ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સોલા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો.જ્યાં એક્સ-રે રિપોર્ટમાં નાકમાં ફ્રેક્ચર અને આંખ નીચે ગંભીર સોજો તથા કાનની બૂટ કપાઈ જવાથી કાયમી ખોડ જેવી ઇજાઓ પહોંચી હોવાનું નિદાન થયું હતું. આ બનાવ અંગે ફરિયાદી તનીષ હરેશકુમાર પટેલની ફરિયાદના આધારે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભાવિક ગજ્જર (માલિક, રિચી રીચ પાન પાર્લર, બોપલ, અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ માટે તજવીજ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટના રાવણનું દહન થશે:સુરતના વેસુમાં 80 ફૂટ અને ડુમસમાં 55 ફૂટનો ‘સિક્સ પેક’ રોબોટિક રાવણ ગૂંજશે
    Next Article
    વલસાડમાં વિજયાદશમીએ RSSનું પથ સંચલન યોજાયું:શહેરના માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું, સંઘના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment