Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથાસૂલિયામાં પશુપાલન, વર્મીકમ્પોસ્ટ તાલીમ પૂર્ણ:RSETI દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

    9 hours ago

    ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારની પહેલ અને બેંક ઓફ બરોડાના પ્રાયોજકત્વ હેઠળ કાર્યરત RSETI (Rural Self Employment Training Institute) અરવલ્લી દ્વારા માથાસૂલિયા ગામ ખાતે પશુપાલન અને વર્મીકમ્પોસ્ટ તાલીમ બેચનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 જૂનથી 24 જૂન, 2026 દરમિયાન યોજાયેલી આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં, RSETI અરવલ્લી, મોડાસા ખાતે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં DRDA અરવલ્લીના ડિરેક્ટર કુચારા, TDO મોડાસા અંજલી ચૌધરી, LDM અરવલ્લી નીરજ મહાવર, DLM અરવલ્લી ચંદ્રકાંત મકવાણા તથા TLM મોડાસા ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના માર્ગદર્શન દરમિયાન જણાવ્યું હતું કે પશુપાલન અને વર્મીકમ્પોસ્ટ જેવા વ્યવસાય આધારિત ક્ષેત્રો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરીને સ્વરોજગારની નવી તકો ઉભી કરવા તથા આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ 12 દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પશુપાલનના વૈજ્ઞાનિક ઉપાયો, પશુ આરોગ્ય સંભાળ, સંતુલિત પશુ આહાર, દૂધ ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ, વર્મીકમ્પોસ્ટ નિર્માણ, સેન્દ્રિય અને કુદરતી ખેતીમાં તેના ઉપયોગ તેમજ પશુપાલન આધારિત સ્વરોજગારની વિવિધ તકો અંગે વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ તાલીમ તેમના માટે માત્ર જ્ઞાનવર્ધક જ નહીં, પરંતુ સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન RSETI અરવલ્લીના Faculty શ્રી સ્પંદન ક્રિસ્ટી તથા ધારાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. RSETI અરવલ્લી દ્વારા ગ્રામીણ યુવાનો, મહિલાઓ, ખેડૂતો તથા અન્ય વંચિત વર્ગોને કૌશલ્ય વિકાસ દ્વારા સ્વરોજગાર સાથે જોડવાના હેતુથી સતત વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:પ્રેમિકાએ બટાકા છોલવાના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો, ગાળાગાળી કરી માર મારવા પાછળ દોડ્યોને મોત મળ્યું
    Next Article
    વાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:પોક્સો કોર્ટે આરોપીને રૂ. 10,000 દંડ પણ ફટકાર્યો; લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment