Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:પોક્સો કોર્ટે આરોપીને રૂ. 10,000 દંડ પણ ફટકાર્યો; લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી

    8 hours ago

    વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલની કોર્ટે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો હતો. ઘટના વર્ષ 2021ની છે, જ્યારે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો આરોપી મોહમ્મદ આફતાબ મોહમ્મદ જકીમ (ઉં.વ. 25, મૂળ બિહાર) ભોગ બનનાર સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. 27 જાન્યુઆરી 2021ના રોજ આરોપી સગીરાને લલચાવી પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ આરોપીએ અવારનવાર કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું, જેના પરિણામે કિશોરી ગર્ભવતી બની ગઈ. કિશોરીને પેટમાં દુખાવો થતાં માતા-પિતા તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તપાસમાં તે સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું. પરિવારજનોએ પૂછપરછ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પીડિત પરિવારે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે લગ્ન કરવાનો ઇનકાર કરી પોતાના વતન બિહાર ભાગી ગયો હતો. આ અંગે પીડિતાના પિતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ગુનો દાખલ થયા બાદ આરોપી આશરે બે વર્ષ સુધી નાસતો ફરતો રહ્યો, જેને બાદમાં પોલીસે ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા પર આવતા પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ કડક સજા માટે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે દલીલો અને પુરાવા ધ્યાને રાખી આરોપી મોહમ્મદ આફતાબને દોષિત જાહેર કર્યો. અદાલતે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો પણ હુકમ કર્યો છે. આ ઉપરાંત, આઈપીસીની કલમ 376(2)(એન) અને 376(3) હેઠળ પણ 20 વર્ષની સખત કેદ અને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતા પ્રત્યે સંવેદના દાખવી ભોગ બનનાર કિશોરીને 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ રૂપિયા ચાર લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે. આરોપીને તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    માથાસૂલિયામાં પશુપાલન, વર્મીકમ્પોસ્ટ તાલીમ પૂર્ણ:RSETI દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
    Next Article
    Lucknow Fire: Abdul नहीं परिवार का सहारा चला गया! पिता पैरालाइज़्ड! Aliganj Coaching Center

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment