Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયા-ઈરાને ક્રિપ્ટોમાં ₹9.92 લાખ કરોડનો વેપાર કર્યો:દુનિયાની બેન્કિંગ સિસ્ટમથી અલગ નેટવર્ક બનાવ્યું; ડ્રોન, તેલ અને હથિયારો ખરીદ્યા

    1 day ago

    રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાએ દુનિયાની બેન્કિંગ વ્યવસ્થાથી અલગ ક્રિપ્ટો દ્વારા એક સમાંતર ચુકવણી સિસ્ટમ ઊભી કરી છે. ક્રિપ્ટો લેણદેણ પર નજર રાખતી સંસ્થા ચેનાલિસિસ અનુસાર, 2025માં તેમણે ક્રિપ્ટો દ્વારા ₹9.92 લાખ કરોડનું લેણદેણ કર્યું છે. આ 2024ની સરખામણીમાં 8 ગણું વધારે છે. આ દેશો આ રકમનો ઉપયોગ માત્ર વેપાર કે બચત માટે જ નહીં, પરંતુ ડ્રોન, હથિયારોના સ્પેરપાર્ટ્સ, સૈન્ય ટેકનોલોજી અને તેલની ચુકવણીમાં કરી રહ્યા છે. રશિયાએ પોતાની ક્રિપ્ટો કરન્સી તૈયાર કરી રશિયાએ રૂબલ સાથે જોડાયેલ A75 ટોકન તૈયાર કર્યું. આમાં રશિયામાં રૂબલ આપીને વિદેશમાં ક્રિપ્ટોમાં બદલી શકાય છે. મે મહિના સુધીમાં તેમાં 11.4 લાખ કરોડના વ્યવહારો થઈ ચૂક્યા છે. નેટવર્કમાં 41 હજારથી વધુ ખાતા અને 2.5 લાખ ટ્રાન્સફર નોંધાયા. ઈરાને ઘરેલું એક્સચેન્જોને તેલ વેચાણ અને વિદેશી ચૂકવણીની વૈકલ્પિક પાઇપલાઇન બનાવી દીધી છે. રિવોલ્યુશનરી ગાર્ડ ક્રિપ્ટોથી તેલના પૈસા લે છે અને તેને ડિજિટલ વોલેટમાં અન્ય દેશોમાં મોકલે છે. નિષ્ણાતો ક્રિપ્ટોને રશિયા-ઈરાન માટે પ્રતિબંધોની સમાંતર ચાલતી કાયમી નાણાકીય વ્યવસ્થા ગણાવી રહ્યા છે. ઉત્તર કોરિયા: ક્રિપ્ટો ચોરીથી ₹20 હજાર કરોડ એકઠા કરી હથિયારો ખરીદ્યા ઉત્તર કોરિયાએ ક્રિપ્ટો ચોરીને કમાણી અને હથિયાર કાર્યક્રમનું સાધન બનાવી દીધું છે. 2025માં તેના હેકરોએ 20 હજાર કરોડની ચોરી કરી. સૌથી મોટી ઘટના 21 ફેબ્રુઆરીએ બની, જ્યારે લાઝારસ જૂથે બાયબિટમાંથી 14,310 કરોડ ઉડાવ્યા. એફબીઆઈએ તેને 'ટ્રેડરેટર' નેટવર્ક સાથે જોડ્યું. 2016થી ઉ. કોરિયા 263 ઘટનાઓમાં 6.75 અબજ ડોલરની ક્રિપ્ટો ચોરી ચૂક્યું છે. તેનો ઉપયોગ તે મિસાઈલ અને સૈન્ય ઉપકરણો ખરીદવામાં કરી રહ્યું છે. ઈરાન: સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જનો સુપ્રીમ લીડરના પરિવાર સાથે સંબંધ ઈરાનનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ નોબાઈટેક્સ. દેશના લગભગ 70% ડિજિટલ મુદ્રા વ્યવહારો સંભાળે છે અને તેના 1.1 કરોડ વપરાશકર્તાઓ છે. ચીની નેટવર્ક રોજ ₹4,200 કરોડ રૂપિયા સફેદ કરી રહ્યા છે ચીન સાથે સંકળાયેલા મની-લોન્ડરિંગ નેટવર્ક હવે 'લોન્ડરિંગ-એઝ-એ-સર્વિસ' મોડેલ પર કામ કરી રહ્યા છે. ચેનાલિસિસ અનુસાર, ચીની નેટવર્ક દરરોજ ₹4,200 કરોડની બ્લેક મનીને વ્હાઇટમાં બદલી રહ્યા છે. 2025માં તેમણે ₹1.54 લાખ કરોડને વ્હાઇટમાં બદલ્યા. આ નેટવર્ક પ્રતિબંધિત દેશોના ચુકવણી અને આતંકી ફંડિંગની રકમને એકસાથે પ્રોસેસ કરે છે. ક્રિપ્ટો કંપનીઓમાં નકલી નોકરી; ₹26,700 કરોડ એકઠા કર્યા નકલી ઓળખ, AI દ્વારા બનાવેલા દસ્તાવેજો અને ડીપફેક ઇન્ટરવ્યુ દ્વારા ચીન, ઉત્તર કોરિયા અને ઇરાન જેવા દેશોના ઓપરેટિવ્સે 40 દેશોની ક્રિપ્ટો અને ટેકનિકલ કંપનીઓમાં રિમોટ નોકરીઓ મેળવી. આ નેટવર્કે બે વર્ષમાં ₹26,700 કરોડ એકઠા કર્યા. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક મદદગારોએ 'ફર્મ' ચલાવી, જેથી કર્મચારી તે જ દેશમાં કામ કરતો દેખાય.
    Click here to Read More
    Previous Article
    બેંગકોકના પબમાં આગ, 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થયા:પાર્ટી કરી રહેલા 60થી વધુ લોકો ઘાયલ; જીવ બચાવવા માટે લોકો ટોયલેટમાં સંતાયા
    Next Article
    Trump Remembers "True American Patriot" Who Called For 500% India Tariff

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment