Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંકોત્રી પર ક્લિક કરતા પહેલા ચેતજો,સાયબર ગઠિયાની નવી મોડસ ઓપરેન્ડી:કાંકરિયાના યુવકે વોટ્સએપ પર આવેલી લિંક પર ક્લિક કરતા જ ખાતામાંથી ₹99 હજાર ઉપડી ગયા

    2 days ago

    લગ્નની કંકોત્રી હવે સાયબર ગઠિયાઓ માટે છેતરપિંડીનું નવું હથિયાર બની રહી છે. જેમાં અમદાવાદમાં યુવકને વોટ્સએપ પર મિત્રના નામે લગ્નની કંકોત્રીની લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું છે. લિંક ખોલતાની સાથે જ મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ અને ખાતામાંથી 99 હજાર રૂપિયા ઉપડી ગયા. આ અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. મિત્રના નામે કંકોત્રી હોવાથી ક્લિક કર્યું કાંકરિયામાં ચોર્યાશીની ચાલીમાં રહેતા હસમુખ મકવાણા ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. 2 સપ્ટેમ્બરે રાત્રે તે ઘરે મોબાઈલ જોતા હતા ત્યારે તેમના વોટ્સએપ પર મિત્ર જગદીશના નામે લગ્નની કંકોત્રી આવી હતી. કંકોત્રી મિત્રની હોવાથી હસમુખે તેમાં આપેલી લિંક પર વિશ્વાસ કરી ક્લિક કર્યું હતું. લિંક પર ક્લિક કરતાની સાથે જ એક પેજ ખુલ્યું હતું અને મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. હસમુખને આ ફાઈલ ઈન્સ્ટોલ થયા બાદ મોબાઈલમાં કંઈક શંકાસ્પદ થયું હોવાની જાણ થઈ હતી. APK ફાઈલ ઈન્સ્ટોલ થઈ, 99 હજાર બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા તેમણે પોતાના બેંક ખાતાની વિગતો તપાસતાં તેમના ખાતામાંથી 99 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા શખસોએ લગ્નની કંકોત્રીના બહાને મોકલેલી લિંકનો ઉપયોગ કરી તેમના મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ કરાવી હતી અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ અંગે હસમુખ મકવાણાએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કરી અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોબાઈલમાં મોકલાયેલી લિંક, APK ફાઈલ અને થયેલા ટ્રાન્જેક્શનની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    યમનમાં હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ શરૂ:સરકારે કહ્યું- રાજધાની સના પર કબજો કરીશું; હુતીઓનો દાવો- સાઉદી એરપોર્ટ અને અરામકોને નિશાન બનાવ્યા
    Next Article
    આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ગાંધી સુંદરલાલ શાળાએ રેલી કાઢી:સાક્ષરતાનું મહત્વ સમજાવવા ગુમડા મસ્જિદ આસપાસના વિસ્તારોમાં ફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment