Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ગાંધી સુંદરલાલ શાળાએ રેલી કાઢી:સાક્ષરતાનું મહત્વ સમજાવવા ગુમડા મસ્જિદ આસપાસના વિસ્તારોમાં ફરી

    2 days ago

    સાક્ષરતા એક સશક્ત રાષ્ટ્રનો પાયો છે. શિક્ષણથી જ જ્ઞાન અને જ્ઞાનથી જ વિકાસ શક્ય બને છે. આ હેતુસર, દર વર્ષે 8 સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસ નિમિત્તે, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ગાંધી સુંદરલાલ શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ સાક્ષરતા અંગે જનજાગૃતિના વિવિધ બેનરો અને સૂત્રો સાથે જોડાયા હતા. લોકો જ્ઞાનનું મહત્વ સમજે તે માટે આ રેલી ગુમડા મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી મધુબેન દેસાઈ, શાળાના આચાર્ય ચંદ્રકાંત ઠક્કર અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. બાળકોએ પણ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કંકોત્રી પર ક્લિક કરતા પહેલા ચેતજો,સાયબર ગઠિયાની નવી મોડસ ઓપરેન્ડી:કાંકરિયાના યુવકે વોટ્સએપ પર આવેલી લિંક પર ક્લિક કરતા જ ખાતામાંથી ₹99 હજાર ઉપડી ગયા
    Next Article
    Rahul Responds To Delhi Capitals Owner's Post, Settles IPL Trade Rumours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment