Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹950, ઇન્ટરનેશનલ ₹10,000 સુધી મોંઘી:18 દિવસમાં બીજી વાર ભાડું વધ્યું; ફ્યુઅલ મોંઘું થવાથી એક્સ્ટ્રા ચાર્જ લાગશે

    10 hours ago

    દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની ફ્લાઇટ્સ ગુરુવારથી મોંઘી થઈ જશે. એરલાઇને ડોમેસ્ટિક ઉડાનોમાં મહત્તમ ₹950 સુધી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવ્યો છે. નવી કિંમતો 2 એપ્રિલ રાત્રે 12:01 વાગ્યાથી લાગુ પડશે. ઇન્ડિગોએ 18 દિવસમાં બીજી વાર ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કંપનીએ 14 માર્ચે પણ ભાડામાં વધારો કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) અનુસાર, છેલ્લા એક મહિનામાં ફ્યુઅલની કિંમતો 130%થી વધુ વધી છે. અંતર મુજબ ચાર્જ લાગશે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવાથી રોક્યા છે. સરકારે હાલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે માત્ર ભાડા પર 25% વધારાની જ મંજૂરી આપી છે. ઇન્ડિગો અનુસાર, તેમણે અંતર મુજબ ફ્યુઅલ ચાર્જને 'રી-કેલિબ્રેટ' કર્યો છે, એટલે કે તમારી મુસાફરી જેટલી લાંબી હશે, ટિકિટ માટે ફ્યુઅલ ચાર્જ પણ તેટલો જ વધુ ચૂકવવો પડશે. ફ્યુઅલ પર ₹50 પ્રતિ લિટર વધારાની ડ્યુટીને મંજૂરી ખર્ચ વધવાનું એક મોટું કારણ ટેક્સમાં વધારો પણ છે. બુધવારે રાજ્યસભામાં વિમાન ઇંધણ (ATF) પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવ હેઠળ 26 માર્ચ 2026ના નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. હવે ફાઇનાન્સ એક્ટ 2002માં ફેરફાર કરીને ATF પર ₹50 પ્રતિ લિટરની વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવશે. એરલાઇન્સ માટે સૌથી મોટો ખર્ચ હોય છે જેટ-ફ્યુઅલ જેટ ફ્યુલની કિંમતો વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ નથી વધાર્યા, પરંતુ તેમના ભવિષ્યના નાણાકીય અનુમાનો એટલે કે ફાઇનાન્સિયલ આઉટલુકને પણ પાછો ખેંચ્યો છે. એરલાઇન્સ માટે જેટ-ફ્યુલ સૌથી મોટો ખર્ચ હોય છે. કુલ ઓપરેટિંગ ખર્ચમાં તેનો હિસ્સો 30%થી 40% હોય છે. તેલની કિંમતોમાં આવેલા આ અચાનક બદલાવે એરલાઇન્સના બજેટને બગાડી દીધું છે. એર ન્યુઝીલેન્ડ અને ક્વાન્ટાસ જેવી મોટી કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખશે. દુનિયાભરમાં આ એરલાઇન્સે પણ ભાડું વધાર્યું એર ન્યુઝીલેન્ડ: એર ન્યુઝીલેન્ડે મંગળવારે તેની ટિકિટના ભાવમાં મોટા વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સ્થાનિક ફ્લાઇટ્સ માટે એક તરફનું ભાડું 10 ન્યુઝીલેન્ડ ડોલર વધાર્યું છે. જ્યારે શોર્ટ-હોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે 20 ડોલર અને લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે 90 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ 2026 માટે તેની કમાણીનો અંદાજ પણ પાછો ખેંચી લીધો છે, કારણ કે બજારમાં ભારે અસ્થિરતા છે. હોંગકોંગ એરલાઇન્સ: હોંગકોંગ એરલાઇન્સ ગુરુવારથી ફ્યુઅલ સરચાર્જમાં 35.2% સુધીનો વધારો કરવા જઈ રહી છે. માલદીવ, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો માટે આ સરચાર્જ 284 હોંગકોંગ ડોલરથી વધારીને 384 હોંગકોંગ ડોલર કરવામાં આવ્યો છે. જ્યારે કેથે પેસિફિકે માર્ચમાં લંડન અને ઝુરિચ માટે વધારાની ફ્લાઇટ્સ શરૂ કરી છે, જેથી પ્રભાવિત રૂટના મુસાફરોને વિકલ્પ મળી શકે. કંપની હાલમાં દર મહિને ફ્યુઅલ સરચાર્જની સમીક્ષા કરી રહી છે. ક્વાન્ટાસ અને SAS: ઓસ્ટ્રેલિયાની ફ્લેગ કેરિયર ક્વાન્ટાસ એરવેઝે તેના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ભાડું વધારી દીધું છે. જોકે, કંપનીનું કહેવું છે કે યુરોપ જતી ફ્લાઈટ્સ 90%થી વધુ ભરેલી ચાલી રહી છે, તેથી તેઓ આવનારા મહિનાઓમાં ક્ષમતા વધારવા પર વિચાર કરી રહ્યા છે. નોર્ડિક દેશો એટલે કે ઉત્તરી યુરોપની મુખ્ય એરલાઇન SAS (સ્કેન્ડિનેવિયન એરલાઇન્સ) એ પણ વધતી કિંમતને ધ્યાનમાં રાખીને અસ્થાયી ભાવ ગોઠવણ લાગુ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શમીએ પહેલા જ બોલે કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યો:DC માટે નટરાજન-એન્ગિડીએ 3-3 વિકેટ ઝડપી; લખનઉએ 142 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ચૂંટણીના એલાન બાદ CM નિવાસે ચૂંટણી સમિતિની બેઠક:‘નો રિપીટ’ ફોર્મ્યુલા લાગુ, 60થી ઉપર અને 3 ટર્મ વાળા નેતાઓને ટિકિટ નહીં!; ભાજપ CECની બેઠકમાં નિર્ણય

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment