Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીના એલાન બાદ CM નિવાસે ચૂંટણી સમિતિની બેઠક:‘નો રિપીટ’ ફોર્મ્યુલા લાગુ, 60થી ઉપર અને 3 ટર્મ વાળા નેતાઓને ટિકિટ નહીં!; ભાજપ CECની બેઠકમાં નિર્ણય

    10 hours ago

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની મહત્વપૂર્ણ બેઠક આજે પૂર્ણ થઈ છે, જેમાં ચૂંટણીની વ્યૂહરચના સાથે ઉમેદવાર પસંદગી માટે કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવા ચહેરાઓને આગળ લાવવા માટે આ વખતે ‘નો રિપીટ’ જેવો આકરો અભિગમ અપનાવ્યો છે. 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણય મુજબ, હવે સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે. પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે, ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે- વાઘાણી જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે. 'ઉમેદવારો માટેના ક્રાઈટેરિયા નક્કી થશે' ઉમેદવાર પસંદગી અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં વાઘાણીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારો માટેના માપદંડ (ક્રાઈટેરિયા) નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ પારદર્શક અને લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરે છે. 'કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે' કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર જવાબ આપતા વાઘાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતે જ આંતરિક વિખવાદમાં ફસાઈ ગઈ છે અને વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહી છે. વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના આગમન બાદ બેઠકો યોજાઈ રહી છે, પરંતુ તેઓ હજુ સુધી મજબૂત ટીમ ઉભી કરી શક્યા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સત્તા માટે બેચેન બની ગઈ છે અને આવી નિવેદનબાજી કરીને પોતે જ પોતાની હાર સ્વીકારી રહી છે. 'કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી' સેન્સ પ્રક્રિયા અંગે વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરે છે અને નિરીક્ષકો દ્વારા લોકોનો મત જાણી લેવામાં આવી રહ્યો છે. લોકોને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે. ભાજપમાં ઉમેદવારની પસંદગી થયા બાદ પાર્ટી સંપૂર્ણ રીતે ઉમેદવાર સાથે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટ આપ્યા પછી ઉમેદવારોને એકલા છોડી દેવામાં આવે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી અને તેઓ માત્ર હાર માટે ઉમેદવારો ઊભા રાખે છે. 'કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે' ભાજપના સ્થાપના દિવસને લઈને પણ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ વર્ષના 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે. ભાજપ સતત લોકો સાથે સંપર્કમાં રહે છે અને ઘર-ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહે છે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને તેઓ છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે. અંતમાં વાઘાણીએ દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપને જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે અને 'કમળ ખીલશે, વિકાસ જીતશે'.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹950, ઇન્ટરનેશનલ ₹10,000 સુધી મોંઘી:18 દિવસમાં બીજી વાર ભાડું વધ્યું; ફ્યુઅલ મોંઘું થવાથી એક્સ્ટ્રા ચાર્જ લાગશે
    Next Article
    Maharashtra Cop Seeks Sexual Favours From Woman Detainee's Daughter, Suspended: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment