Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મવડીમાં ₹94.19 કરોડની જમીન પરના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર:7535 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ, ડિમોલિશન સમયે દીવાલ પડતાં યુવક ઘાયલ; વૈકલ્પિક વ્યવસ્થા વિના લારી-ગલ્લા હટાવવાનો વિરોધ

    2 days ago

    રાજકોટ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોનના વોર્ડ નં. 12માં આવેલા મવડી વિસ્તારમાં ટી.પી. રોડ અને અનામત પ્લોટ પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. મવડી (આખરી) ટી.પી. સ્કીમ નં. 21 હેઠળના પાંચ વાણિજ્યિક અનામત પ્લોટ પર બુલડોઝર ફેરવી રૂ. 94.19 કરોડની કિંમતની 7535.00 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. કામગીરી દરમિયાન એક દીવાલ ધસી પડતાં ત્યાં હાજર એક યુવકને સામાન્ય ઇજા થઈ હતી, જેને તંત્ર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઓપરેશનમાં ટાઉન પ્લાનિંગ ટીમની સાથે ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને સુરક્ષા માટે વિજિલન્સનો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. ભક્તિનગર રેલવે સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર રેલવે સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. દરરોજ હજારો મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશન પર રૂ. 11.81 કરોડના ખર્ચે સ્ટેશન ભવનનું અપગ્રેડેશન અને રૂ. 14.99 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. અહીં એસી પ્રતીક્ષાલય, વીઆઈપી રૂમ, ગાર્ડન, સુવ્યવસ્થિત પાર્કિંગ અને દિવ્યાંગો માટે રેમ્પ તેમજ વિશેષ પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. આ નવવિકસિત સ્ટેશનનું લોકાર્પણ 17 જુલાઈ, 2026ના રોજ વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવશે. સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા આગામી 16 જુલાઈના રોજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 125મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય થીમ આધારિત રથયાત્રા યોજાશે. વડીલ સંતોના હસ્તે પ્રસ્થાન થનારી આ યાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળભદ્રજીના વિશાળ રથને ભક્તો દ્વારા ખેંચવામાં આવશે. આ રથયાત્રામાં બાઈક અને સાયકલ સવારો, ડીજે, બેન્ડ પાર્ટી, રાસ રમતા યુવાનો અને પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ આકર્ષણ જમાવશે. પર્યાવરણની જાળવણી માટે રથયાત્રાની સાથે સફાઈ વાહનો પણ કાર્યરત રહેશે. કોઠારીયા રોડ સ્વિમિંગ પુલનું આધુનિકીકરણ કરાશે કોઠારીયા રોડ પર આવેલો નેશનલ લેવલનો સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પુલ હાલ જર્જરિત અવસ્થામાં હોવાથી તેના સંપૂર્ણ નવીનીકરણનો નિર્ણય લેવાયો છે. જૂની પાઇપલાઇનના કારણે પાણી ફિલ્ટર ન થવા અને શેવાળ જામી જવાની વ્યાપક ફરિયાદોને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ સ્નાનાગારની મુલાકાત લીધી હતી. તેમણે રેસકોર્સ સ્વીમીંગ પુલની તર્જ પર આ પુલમાં નવી પાઇપલાઇન અને ફ્લોરીંગ સહિતના આધુનિકીકરણ માટેનો મોટો ખર્ચ અંદાજીને એસ્ટીમેટ તૈયાર કરવા ઇજનેરોને સૂચના આપી છે. હાઈકોર્ટ બેંચ માટે રાજકોટમાં વકીલોની મહાબેઠક સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલો તેમજ પક્ષકારોને ઝડપી ન્યાય મળી રહે અને અમદાવાદ સુધી લાંબી મુસાફરીનો સમય-નાણાં બચે તે માટે રાજકોટમાં હાઈકોર્ટની બેંચ સ્થાપવાની માંગ તેજ બની છે. આ લડતને વધુ મજબૂત કરવા માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા આગામી 25/7/26 ના શનિવારે સવારે 10.30 કલાકે ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના કોન્ફરન્સ હોલ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રતિનિધિઓની એક મહાબેઠક બોલાવવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા વિના લારી-ગલ્લા હટાવવાની ઝુંબેશનો વિરોધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની ચાલતી ઝુંબેશ સામે કોંગ્રેસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે રજૂઆત કરી છે કે મવડી મેઇન રોડ પરથી રવિવાર બજાર હટાવી ગરીબોનો માલસામાન જપ્ત કરવાથી વેપારીઓમાં ભારે રોષ છે. ટ્રાફિક કે વહીવટી કારણોસર સ્થળાંતર જરૂરી હોય તો પ્રથમ વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ, તેથી આ ઝુંબેશ તાત્કાલિક અટકાવવામાં આવે. આજીવન કેદનો કેદી 17 વર્ષ બાદ જેલમુક્ત જેલ સત્તાધીશોના હકારાત્મક પ્રયાસો અને સારા જેલ રેકોર્ડના આધારે રાજકોટ જેલમાંથી આજીવન કેદના એક પાકા કામના કેદીને મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2008ના હત્યાના ગુનામાં 17 વર્ષથી વધુ સમયથી સજા કાપી રહેલા ફતેસિંહ ઉર્ફે રામલાલ ચૌહાણને સરકારના ગૃહ વિભાગના આદેશ અને BNSSની જોગવાઈઓ હેઠળ બાકીની સજા માફ કરીને કાયમી ધોરણે જેલમુક્ત કરાયા છે. આ પ્રસંગે જેલ અધિક્ષકે તેમને પુસ્તક ભેટ આપી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.ને નવા ઇન્ચાર્જ પરીક્ષા નિયામક શોધવા પડશે:કેમેસ્ટ્રી ભવનના પ્રો. ડો.મનીષ શાહે ચાર્જમાંથી મુક્તિ માંગી, કુલપતિ 15 જુલાઈના નિર્ણય લેશે
    Next Article
    Army Soldier, Father Killed By Cousin In Bihar After Fight Over Banana Tree

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment