Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડ પોલીસે ખેતરમાંથી મોટર ચોરીનો ગુનો ઉકેલ્યો:ત્રણ આરોપીઓ ₹91,500ના મુદ્દામાલ સાથે ઝડપાયા

    4 days ago

    વાલોડ પોલીસે તાપી જિલ્લાના બુહારી ગામમાંથી ખેતરમાંથી સબમર્સિબલ મોટર ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી મોટર, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹91,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. બુહારી ગામના સીમ વિસ્તારમાં રહેતા સોનિતભાઈ જીતેન્દ્રભાઈ ગામીતના ખેતરમાંથી તાજેતરમાં 10 હોર્સપાવરની જલગંગા કંપનીની સબમર્સિબલ મોટર અને 130 ફૂટ વાયરની ચોરી થઈ હતી. આ અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તાપી-વ્યારા પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાલોડ પોલીસની ટીમ તપાસમાં હતી. બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં કોસંબીયા, વાલોડના અજયભાઈ મણીલાલ ચૌધરી, ભીમપોર, વાલોડના ચિંતનભાઈ મહેશભાઈ ચૌધરી અને ભીમપોર, વાલોડના આનંદભાઈ ઉમેશભાઈ ગામીતનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી મોટર ઉપરાંત અન્ય એક વધારાની મોટર, વાયર, GJ-26-AH-0192 નંબરનું એક મોપેડ વાહન અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹91,500 આંકવામાં આવી છે. આ સફળ કામગીરી વાલોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટીમમાં ASI સજ્જતભાઈ, ASI શબ્બીરખાન, હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ, દિગ્વીજયસિંહ, મણિલાલ, ભરતભાઈ અને આશિષભાઈનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વટવામાં મહિલાની હત્યાના 34 વર્ષ બાદ બે આરોપી ઝડપાયા, તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો શેકાયા
    Next Article
    હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું:લાખના બંગલાવાળા રોડ પર ભરઉનાળે પાણીની લાઈનમાં ભંગાણથી વાહનચાલકોને હાલાકી, તંત્ર સામે રોષની લાગણી જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment