Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું:લાખના બંગલાવાળા રોડ પર ભરઉનાળે પાણીની લાઈનમાં ભંગાણથી વાહનચાલકોને હાલાકી, તંત્ર સામે રોષની લાગણી જોવા મળી

    4 days ago

    રાજકોટમાં હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે, બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પાણીના વેડફાટની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામમાં લાખના બંગલાવાળા રોડ ઉપર મુખ્ય પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણને લઈ ભરઉનાળે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું, જેને પગલે રસ્તા પર પાણીની નદી વહેવા લાગતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોમાં મનપા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. લાખો લીટર પાણીનો બગાડ થતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલ પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારના વ્યસ્ત ગણાતા લાખના બંગલા રોડ પરથી પસાર થતી પાણીની લાઈન અચાનક ફાટી ગઈ હતી. પાઈપલાઈનમાં ભંગાણ એટલું મોટું હતું કે, જોતજોતામાં આ રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. એક તરફ રાજકોટના અનેક વિસ્તારોમાં પૂરતા ફોર્સથી પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજી તરફ લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઈન્ટેનન્સ પર સવાલો ઉભા થયા છે. પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી આ લાઈન લીકેજ થવાને કારણે આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અચાનક રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને લપસણી જમીન અને ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાઇપલાઇનનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે તંત્રને જાણ કરવા છતાં તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે અડધો કલાક કરતા વધારે સમય સુધી પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો. ઉનાળાની સીઝનમાં જ્યારે ડેમોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને લોકોને પાણી બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે સરકારી તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે. લોકોની માંગ છે કે આ લાઈનનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા વેડફાટને અટકાવી શકાય. આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મનપાનાં સિટી ઇજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, આજે બપોરના એકાદ વાગ્યા આસપાસ ગાંધીગ્રામમાં ડિસ્ટ્રીબ્યુશનની મેઈન લાઇનમાં કોઈપણ કારણોસર આ ભંગાણ થયું હતું. મેઈન લાઇન હોવાને લઈ સ્વાભાવિક રીતે ફોર્સ વધુ હોવાથી મોટી માત્રામાં પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું. જોકે વાલ્વમેન નજીકમાં જ હોવાથી માત્ર 15-20 મિનિટમાં પાણીની સપ્લાય બંધ કરી અને પાણીનો વેડફાટ અટકાવી દેવામાં આવ્યો હતો. તેમજ પાઇપલાઇનનું સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આવી ઘટના ફરીવાર ન બને તે માટે વિશેષ તકેદારી રાખવાની ખાતરી પણ તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વાલોડ પોલીસે ખેતરમાંથી મોટર ચોરીનો ગુનો ઉકેલ્યો:ત્રણ આરોપીઓ ₹91,500ના મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:આરોગ્યમંત્રી અચાનક નવી સિવિલમાં ત્રાટકતા દોડધામ મચી, પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment