Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકને નશીલુ પીણું પીવડાવી સાથી કર્મીએ ₹900ની લૂંટ ચલાવી:નારોલમાં શેઠ સહિત 6 શખસે પાઇપ-સળિયાથી લોહીલુહાણ કરી પત્નીની લારી પાસે ફેંકી દીધો

    1 day ago

    નારોલ ટ્રાન્સપોર્ટનગરમાં મજૂરી કામ કરતા અર્જુનનાથ શ્રવણનાથ સાથે લૂંટ અને મારપીટની ઘટના સામે આવી છે. ગત 28 જુલાઈએ રાત્રે ગાડી ખાલી કર્યા બાદ અર્જુનનાથ ઊભો હતો ત્યારે તેમની સાથે કામ કરતો અરૂણ નામનો શખ્સ તેમને ગોડાઉન પર આવેલી રૂમમાં નાસ્તો કરવાના બહાને લઈ ગયો હતો. ત્યાં અરૂણે તેને નશીલું પીણું પીવડાવી, પાઈપથી ફટકારી તેની પાસે રહેલા રૂ. 900 લૂંટી લીધા હતા. ભાગવા જતાં રોકીને માર માર્યો ત્યારબાદ અરૂણે ગોડાઉન માલિક રાકેશ જૈનને ફોન કરીને બોલાવ્યો હતો. અર્જુનનાથ જીવ બચાવીને નીચે ભાગ્યા ત્યારે કમલેશ અને કદમ નામના શખ્સોએ તેને રોકીને માર માર્યો હતો. બાદમાં રાકેશ જૈન સહિત તમામ 6 શખસે મળીને અર્જુનનાથને લોખંડની પાઇપ અને સળિયાથી ઢોર માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. શાકભાજીની લારી પાસે મૂકીને ફરાર, 6 સામે ગુનો હુમલાખોરો ઈજાગ્રસ્ત અર્જુનનાથને તેની પત્નીની શાકભાજીની લારી પાસે મૂકીને ભાગી ગયા હતા. પત્નીએ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. આ મામલે અર્જુનનાથે નારોલ પોલીસ સ્ટેશનમાં અરૂણ, રામજી, કમલેશ, કદમ, રાકેશ અને તેના મહેમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અર્જુનની પરીક્ષા લેવા શિવજી વનવાસી બન્યા:દિવ્યાસ્ત્ર મેળવતા પહેલાં આકરી કસોટીએ પાર્થનો ઘમંડ તોડ્યો
    Next Article
    નવસારી રેલ્વે ટ્રેક નજીક મહિલા બેભાન હાલતમાં મળી:સિવિલમાં દાખલ કરાઈ, પોલીસ દ્વારા પરિવારજનોની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment